Get News Alerts

Never miss breaking news updates.

પુરીના જગન્નાથ મંદિરમાં કેવી રીતે ભેગો થયો ખજાનો? વાંચો સમગ્ર કહાણી

Puri Jagannath Temple: ઓરિસ્સાના પુરીમાં આવેલું જગન્નાથ મંદિર ફરી એકવાર ચર્ચામાં છે. તેનું કારણ છે મંદિરનો પ્રસિદ્ધ રત્નભંડાર. કેટલાય વર્ષો બાદ આ ખજાનો ખોલવાની અને તેની પૂરેપૂરી માહિતી મેળવવાની પ્રકિયા હાથ ધરવામાં આવી છે.
Admin
AdminUpdated on: 27 Mar 2026 04:01 PM IST
પુરીના જગન્નાથ મંદિરમાં કેવી રીતે ભેગો થયો ખજાનો? વાંચો સમગ્ર કહાણીપુરીના જગન્નાથ મંદિરમાં કેવી રીતે ભેગો થયો ખજાનો? વાંચો સમગ્ર કહાણી

source by growthnownews

Puri Jagannath Temple: ઓરિસ્સાના પુરીમાં આવેલું જગન્નાથ મંદિર ફરી એકવાર ચર્ચામાં છે. તેનું કારણ છે મંદિરનો પ્રસિદ્ધ રત્નભંડાર. કેટલાય વર્ષો બાદ આ ખજાનો ખોલવાની અને તેની પૂરેપૂરી માહિતી મેળવવાની પ્રકિયા હાથ ધરવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે, અંદાજે 48 વર્ષ પછી ખજાનામાં કેટલું સોનું, ચાંદી અને કિંમતી રત્નો છે તે જાણવા મળશે. આ ખજાનાને લઈને લોકોમાં હંમેશા ઉત્સુકતા જોવા મળી છે. કારણ કે, તેમાં આભૂષણ અને રત્ન હોવાની માન્યતા છે. હવે અધિકારીઓની હજારીમાં આ ઇન્વેન્ટરીની યાદી તૈયાર કરવાાં આવશે. જેથી દરેક વસ્તુઓને રેકોર્ડ સામે આવી શકે.

બુધવારે બપોરે 12 વાગ્યા પછીના શુભ મૂહુર્તમાં આ પ્રકિયાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં રત્નભંડારની અંદર રાખેલી સંપત્તિની તપાસ અને ગણતરી કરવામાં આવી રહી છે. આ મંદિરના રહસ્યમયી ખજાના અંગે નવી માહિતી સામે આવે તેવી શક્યતા છે. પરંતુ શું તમે જાણો છે કે, જગન્નાથ મંદિરમાં આટલું સોનું ક્યાંથી આવ્યું, મંદિરને સોનાનું દાન કોણે કર્યું હતું?

કોણે બંધાવ્યું મંદિર?
ઇતિહાસકારોના જણાવ્યા પ્રમાણે, આ મંદિરનું નિર્ણાણ 12મી સદીમાં શરૂ કરવામાં આવ્યું હતું. ગંગ વંશના રાજા અનંતવર્મન દેવે તેનું ખાતમૂહુર્ત કર્યું હતું અને ત્યારબાદ અન્ય શાસકોએ પૂર્ણ કરાવ્યું હતું. ત્યારબાદ મંદિરમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા હતા. તેની વાસ્તુકળામાં કલિંગ અને દ્રવિડ શૈલીનો શુભ સમન્વય જોવા મળે છે.

દાનથી ભરાયો ખજાનો
મંદિરના ખજાનાનો મોટો ભાગ રાજાઓ અને શાસકો દ્વારા દાનમાં આપવામાં આવ્યો હતો. માનવામાં આવે છે કે, મંદિર બનાવ્યા બાદ રાજા અનંગભીમ દેવે ભગવાનને મોટા પ્રમાણમાં સોનું દાન કર્યું હતું. ત્યારબાદ સૂર્યવંશી રાજાઓ પણ સોનું, ચાંદી અને કિંમતી રત્નો દાનમાં આપ્યા હતા. 15મી સદીમાં મહારાજા કપિલેન્દ્ર દેવે પણ મંદિરને ભરપૂર દાન કર્યું હતું. કહેવામાં આવે છે કે, હાથીઓ પર લાદીને સોના-ચાંદી અને કિંમતી રત્નો મંદિર સુધી લાવવામાં આવ્યા હતા. આ રીતે શીખ શાસક રણજિતસિંહે પણ મંદિરને સોનાનું દાન કર્યું હતું અને પોતાની વસિયતમાં કોહિનૂર હીરો દેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ દાનની પરંપરાને કારણે મંદિરમાં ‘સોનાવેશ’ જેવી પરંપરા શરૂ થઈ હતી. જેમાં ભગવાન જગન્નાથને સોનાના આભૂષણોથી શણગારવામાં આવે છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.