જગન્નાથ રથયાત્રા ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતનું અનોખું પ્રતિક: PM મોદીની દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

નવી દિલ્હી: ભગવાન જગન્નાથજીની પવિત્ર રથયાત્રાના પાવન અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ-વિદેશના તમામ ભક્તોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે પ્રાર્થના કરી કે મહાપ્રભુ જગન્નાથના આશીર્વાદ દરેક દેશવાસી પર સદાય વરસતા રહે અને તેમના જીવનમાં સુખ, સમૃદ્ધિ તથા નવી ઊર્જાનો સંચાર થાય. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને જણાવ્યું કે, જગન્નાથ રથયાત્રા ભારતની સદીઓ જૂની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક...
Rupin Bakraniya
Rupin Bakraniya
જગન્નાથ રથયાત્રા ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતનું અનોખું પ્રતિક: PM મોદીની દેશવાસીઓને પાઠવી શુભેચ્છાજગન્નાથ રથયાત્રા ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતનું અનોખું પ્રતિક: PM મોદીની દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

નવી દિલ્હી: ભગવાન જગન્નાથજીની પવિત્ર રથયાત્રાના પાવન અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ-વિદેશના તમામ ભક્તોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે પ્રાર્થના કરી કે મહાપ્રભુ જગન્નાથના આશીર્વાદ દરેક દેશવાસી પર સદાય વરસતા રહે અને તેમના જીવનમાં સુખ, સમૃદ્ધિ તથા નવી ઊર્જાનો સંચાર થાય.

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને જણાવ્યું કે, જગન્નાથ રથયાત્રા ભારતની સદીઓ જૂની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરાનું અનોખું પ્રતિક છે. આ યાત્રા સાથે જોડાયેલી પરંપરાઓએ ભારત સહિત સમગ્ર વિશ્વમાં અનેક પેઢીઓને પ્રેરણા આપી છે. તેમણે જણાવ્યું કે આ યાત્રા વિનમ્રતા, સામૂહિક ભાગીદારી અને નિઃસ્વાર્થ સેવાના મૂલ્યોને ઉજાગર કરે છે.

તેમણે વધુમાં પ્રાર્થના વ્યક્ત કરી કે મહાપ્રભુ જગન્નાથ સૌને ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે તેમજ દરેક વ્યક્તિને પોતાના કર્તવ્યો સફળતાપૂર્વક નિભાવવા માટે શક્તિ આપે. સમાજમાં એકતા અને સૌહાર્દ વધુ મજબૂત બને તેવી પણ તેમણે શુભેચ્છા વ્યક્ત કરી. આ પ્રસંગે વડાપ્રધાને 'સંસ્કૃતિ સુભાષિતમ્' પણ શેર કર્યું હતું. તેમાં ભગવાન જગન્નાથને સમગ્ર જગતના સ્વામી, અનંત અને પરમાત્મા તરીકે નમન કરવામાં આવ્યું છે. તેમણે આ શ્લોક દ્વારા ભગવાન જગન્નાથ પ્રત્યેની અખંડ ભક્તિ વ્યક્ત કરી હતી.

જગન્નાથ રથયાત્રાના અવસરે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ તમામ શ્રદ્ધાળુઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ભગવાન જગન્નાથના આશીર્વાદથી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જા આવે તેવી પ્રાર્થના કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે વિશ્વવિખ્યાત જગન્નાથ રથયાત્રા અખંડ આસ્થા, વિશ્વાસ અને ભક્તિનું પ્રતિક છે. તેમણે ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને માતા સુભદ્રાના આશીર્વાદથી દેશના દરેક નાગરિકના કલ્યાણ અને સમૃદ્ધિની કામના વ્યક્ત કરી.

 

Meta Description (ગુજરાતીમાં)

 

Focus Keyword (English)