પેપર લીક વિરોધી બિલ લોકસભામાં પસાર થતા વલસાડના સાંસદ ધવલ પટેલની પ્રતિક્રિયા, કહ્યું- ‘યુવાનોના ભવિષ્યને સુરક્ષિત બનાવશે ઐતિહાસિક કાયદો’

લોકસભામાં પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિને રોકવા માટેનું ‘ધ પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એમેન્ડમેન્ટ બિલ, 2026’ પસાર કરવામાં આવ્યું છે. બિલ પસાર થયા બાદ વલસાડના સાંસદ ધવલ પટેલે પ્રતિક્રિયા આપતા તેને યુવાનોના ભવિષ્યને સુરક્ષિત બનાવનાર મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પગલું ગણાવ્યું હતું.
Growth Now News
Growth Now News
પેપર લીક વિરોધી બિલ લોકસભામાં પસાર થતા વલસાડના સાંસદ ધવલ પટેલની પ્રતિક્રિયા, કહ્યું- ‘યુવાનોના ભવિષ્યને સુરક્ષિત બનાવશે ઐતિહાસિક કાયદો’પેપર લીક વિરોધી બિલ લોકસભામાં પસાર થતા વલસાડના સાંસદ ધવલ પટેલની પ્રતિક્રિયા, કહ્યું- ‘યુવાનોના ભવિષ્યને સુરક્ષિત બનાવશે ઐતિહાસિક કાયદો’

લોકસભામાં પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિને રોકવા માટેનું ‘ધ પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એમેન્ડમેન્ટ બિલ, 2026’ પસાર કરવામાં આવ્યું છે. બિલ પસાર થયા બાદ વલસાડના સાંસદ ધવલ પટેલે પ્રતિક્રિયા આપતા તેને યુવાનોના ભવિષ્યને સુરક્ષિત બનાવનાર મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પગલું ગણાવ્યું હતું.

ધવલ પટેલે જણાવ્યું હતું કે, હવે કોઈ ગુનેગાર દ્વારા પેપર લીક કરવામાં આવશે તો તેની સામે કડકમાં કડક સજાની જોગવાઈ આ બિલમાં કરવામાં આવી છે. પેપર લીક જેવી ગંભીર ગેરરીતિની તપાસ માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે અને નિર્ધારિત સમયમર્યાદામાં તપાસ પૂર્ણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આવા કેસમાં ઝડપી ન્યાય માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની વ્યવસ્થા પણ કરવામાં આવશે. કેસની સુનાવણી અને નિર્ણયની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે કાયદામાં સમયબદ્ધ કાર્યવાહીનું પ્રાવધાન રાખવામાં આવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, પેપર લીકના કેસોમાં તપાસથી લઈને ન્યાયિક નિર્ણય સુધીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

ધવલ પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લોકસભામાં આ બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે NDAના ઘટક પક્ષોએ યુવાનોના હિતમાં સમર્થન આપ્યું છે. જોકે, તેમણે કોંગ્રેસ અને વિપક્ષ પર આકરો પ્રહાર કરતાં કહ્યું કે યુવાનોના ભવિષ્યને સુરક્ષિત બનાવતા આ કાયદા સામે મતદાન કરીને વિપક્ષે પોતાનો ‘યુવા વિરોધી ચહેરો’ દેશ સામે ઉજાગર કર્યો છે.