
લોકસભામાં પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિને રોકવા માટેનું ‘ધ પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એમેન્ડમેન્ટ બિલ, 2026’ પસાર કરવામાં આવ્યું છે. બિલ પસાર થયા બાદ વલસાડના સાંસદ ધવલ પટેલે પ્રતિક્રિયા આપતા તેને યુવાનોના ભવિષ્યને સુરક્ષિત બનાવનાર મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પગલું ગણાવ્યું હતું.

Paper Leak Amendment Bill: દેશભરમાં પેપર લીક મુદ્દે ઉઠેલા ભારે વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે કડક પગલું ભર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં પેપર લીક સામે કડક સજાની જોગવાઈ ધરાવતા સુધારા બિલને મંજૂરી આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ બિલ આગામી 27 જુલાઈએ સંસદમાં રજૂ થઈ શકે છે. પ્રસ્તાવિત બિલ મુજબ, ઓર્ગેનાઇઝ્ડ પેપર લીક જેવા ગંભીર...