Get News Alerts

Never miss breaking news updates.

પોરબંદર ચરસના જથ્થા સાથે બે યુવકો ઝડપાયા, SOGની મોટી કાર્યવાહી

Porbandar Crime News: પોરબંદર શહેરમાં નશીલા પદાર્થોના વેપાર સામે કાર્યવાહી કરતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને મોટી સફળતા મળી છે. શહેરના શીતલપાર્ક વિસ્તારમાંથી ચરસ (હસીસ)ના જથ્થા સાથે બે યુવકોને ઝડપી પાડવામાં આવ્યા છે.
Admin
AdminUpdated on: 21 Jun 2026 09:13 PM IST
પોરબંદર ચરસના જથ્થા સાથે બે યુવકો ઝડપાયા, SOGની મોટી કાર્યવાહીપોરબંદર ચરસના જથ્થા સાથે બે યુવકો ઝડપાયા, SOGની મોટી કાર્યવાહી

Porbandar Crime News: પોરબંદર શહેરમાં નશીલા પદાર્થોના વેપાર સામે કાર્યવાહી કરતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને મોટી સફળતા મળી છે. શહેરના શીતલપાર્ક વિસ્તારમાંથી ચરસ (હસીસ)ના જથ્થા સાથે બે યુવકોને ઝડપી પાડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, SOGની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી લક્ષિત હરીશ સિંધવ (ઉંમર 27 વર્ષ) અને ધનંજય ઉર્ફે ધ્રુવ જગદીશ મોતવરસ (ઉંમર 21 વર્ષ)ની ધરપકડ કરી હતી.

તપાસ દરમિયાન બંને આરોપીઓ પાસેથી કુલ 618 ગ્રામ ચરસ મળી આવી હતી. જેની અંદાજિત કિંમત રૂ. 1,54,500 હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. આ ઉપરાંત મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 1,62,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

સમગ્ર મામલે પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ હવે આરોપીઓ પાસેથી મળેલા નશીલા પદાર્થનો સ્ત્રોત, સપ્લાય ચેઇન અને અન્ય સંભવિત સંડોવાયેલા શખ્સો અંગે તપાસ ચલાવી રહી છે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.