કુતિયાણા બેઠક પર પારંપારિક ‘સમાજવાદી પાર્ટી’ની પેનલનો વિજય



ફાઇલ તસવીર
કુતિયાણા બેઠક પર પારંપારિક ‘સમાજવાદી પાર્ટી’ની પેનલનો વિજય



ફાઇલ તસવીર
Porbandar Local Body Election Results: પોરબંદરની કુતિયાણા બેઠક હંમેશા તેના ચોંકાવનારા રિઝલ્ટ માટે જાણીતી છે. ત્યારે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ આ વખતે ચોંકાવનારા પરિણામ સામે આવ્યા છે. દર વખતની જેમ આ વિસ્તારમાં સમાજવાદી પાર્ટીની ભવ્ય જીત થઈ છે.
મહત્વનું છે કે, કુતિયાણા વિધાનસભાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ સમાજવાદી પાર્ટીનો દબદબો જાળવી રાખ્યો છે. અહીંથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રભીબેન કાનાભાઈ રાયગાની પેનલ વોર્ડ નંબર 6માંથી ઊભી રાખવામાં આવી હતી. જેમણે આ બેઠક પર શાનદાર જીત મેળવી છે. તો બીજી તરફ, ખેડાના કઠલાલમાં પણ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં સમાજવાદી પાર્ટીએ વિજય મેળવ્યો છે.
ભાજપ અને કોંગ્રેસ માટે હાર
ભાજપ અને અન્ય પક્ષોએ આ બેઠક કબજે કરવા માટે તમામ પ્રયાસો કર્યા હતા. જો કે સ્થાનિક સ્તરે કાંધલ જાડેજા અને તેમના પક્ષના નેટવર્કના વ્યૂહાત્મક આયોજન સામે કોઈ ટકી શક્યું નહીં. મતગણતરી શરૂ થતાં એક સભ્યને વિજેતા જાહેર કરતાં જ પક્ષના કાર્યકરોમાં ભારે આનંદની લહેર ફેલાઈ ગઈ હતી.
કચ્છમાં AIMIMએ ખાતું ખોલ્યું
ઉલ્લેખનીય છે કે, આ વખતે અસદુદ્દીન ઔવેસીની પાર્ટીએ કચ્છમાં ખાતું ખોલ્યું છે. અહીં AIMIMએ ત્રણ બેઠક જીતી છે.




