Get News Alerts

Never miss breaking news updates.

જામનગરમાં બકરી ઈદને લઈ પોલીસ હાઈ એલર્ટ, સંવેદનશીલ વિસ્તારોમાં મેગા કોમ્બિંગ

બકરી ઈદના હવે ગણતરીના દિવસો બાકી છે. તેને લઈને જામનગર પોલીસ તંત્ર હાઈ એલર્ટમાં જોવા મળી રહ્યું છે. તે ઉપરાંત કાલે રાત્રે પોલીસે સંવેનશિલ વિસ્તારોમાં મેગા કોમ્બિગ કરવામાં આવ્યુ હતુ. વાહન ચાલકો દ્વારા લાયસન્સ અને જરૂરી દસ્તાવેજો ના હોય તેના સામે દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. બકરીઈદના તહેવારના શાંતિપૂર્ણ માહોલ ઉજવાય તે માટે તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 23 May 2026 11:08 AM IST
જામનગરમાં બકરી ઈદને લઈ પોલીસ હાઈ એલર્ટ, સંવેદનશીલ વિસ્તારોમાં મેગા કોમ્બિંગજામનગરમાં બકરી ઈદને લઈ પોલીસ હાઈ એલર્ટ, સંવેદનશીલ વિસ્તારોમાં મેગા કોમ્બિંગ

જામનગર : જામનગરમાં બકરી ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર હાઈ એલર્ટ પર જોવા મળી રહ્યું છે. તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જામનગર સિટી ‘એ’ ડિવિઝન પોલીસ દ્વારા પાંચ હાટડી, ખોજા નાકા, સુમરા ચાલી સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે વાહનચાલકોના લાયસન્સ તેમજ જરૂરી દસ્તાવેજોની તપાસ કરી હતી.

આ ઉપરાંત બ્લેક ફિલ્મવાળા વાહનો અને ટ્રિપલ સવારી કરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરીને દંડ ફટકારવામાં આવ્યો હતો.

બકરી ઈદનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારો પર ડ્રોન મારફતે સતત નજર રાખવામાં આવશે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.