Get News Alerts

Never miss breaking news updates.

સુરતમાં ડ્રગ્સ પર પોલીસનો પ્રહાર 1 આરોપીની ધરપકડ કરી તેની પાસેથી 28 લાખનો મુદ્દામાલ કબજે

સુરત પોલીસ બાતમી દ્વારા મોરા ગામ વિસ્તારોમાં દરોડો પાડીને એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી 1.41 ગ્રામ હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. આરોપીને વધુ તપાસ કરતા ખબર પડીકે તે પંજાબનો અમૃતસરનો રહેવાસી સબરજીતસિંહ છે. તે ઘણા સમયથી ડ્રગ્સની સપ્લાય કરતો હતો. તેના જોડે મોબાઈલ સહિત 28 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા તેની આગળની તપાસ કરવામાં આવી રહી છે.
Admin
AdminUpdated on: 13 Apr 2026 01:54 PM IST
સુરતમાં ડ્રગ્સ પર પોલીસનો પ્રહાર 1 આરોપીની ધરપકડ કરી તેની પાસેથી  28 લાખનો મુદ્દામાલ કબજેસુરતમાં ડ્રગ્સ પર પોલીસનો પ્રહાર 1 આરોપીની ધરપકડ કરી તેની પાસેથી  28 લાખનો મુદ્દામાલ કબજે

સુરત: સુરત શહેર પોલીસ દ્વારા “ડ્રગ્સ ઈન સુરત સિટી” અભિયાન અંતર્ગત નશાના નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઈચ્છાપોર પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોરા ગામ વિસ્તારમાં દરોડો પાડી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી પાસેથી 1.41 ગ્રામ હેરોઈનનો જથ્થો મળી આવ્યો છે. આ સાથે મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી સહિત કુલ અંદાજિત રૂ. 28 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીની ઓળખ પંજાબના અમૃતસરના રહેવાસી સરબજીતસિંહ તરીકે થઈ છે.

પોલીસના જણાવ્યા મુજબ આરોપી લાંબા સમયથી શહેરમાં ડ્રગ્સ સપ્લાયની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હતો. હાલ તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે તે હેરોઈનનો જથ્થો ક્યાંથી લાવ્યો અને શહેરમાં કોને-કોને સપ્લાય કરવાનો હતો. આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે બાબત પણ પોલીસ તપાસ હેઠળ છે.

ઈચ્છાપોર પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે. શહેરમાં ડ્રગ્સના વધતા નેટવર્કને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા આવા તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.