Get News Alerts

Never miss breaking news updates.

ગાંધીનગરમાં હાથીદાંત સાથે શખ્સની પોલીસે ધરપકડ કરી

ચિલોડા પોલીસે નેશનલ હાઈવે -48 ચંદ્રાલા નાકા પાસે વાહન ચેકિગ દરમિયાન મોટી સફળતા મળી છે. પોલીસ બસની ચેકિગ કરી રહ્યા હતા. ત્યારે આરોપી યશ ગોપાલની તલાસી લીધી ત્યારે તેની પાસેથી હાથીના દાંત મળતા તેની પોલીસે ધરપકડ કરવામાં આવી છે. વન્યજીવ અને આઈવરી સંબંધિત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 30 Apr 2026 02:42 PM IST
ગાંધીનગરમાં હાથીદાંત સાથે શખ્સની પોલીસે ધરપકડ કરીગાંધીનગરમાં હાથીદાંત સાથે શખ્સની પોલીસે ધરપકડ કરી

ગાંધીનગર ગાંધીનગરમાં ચિલોડા પોલીસને એક દુર્લભ કેસમાં મોટી સફળતા મળી છે. નેશનલ હાઈવે-48 પર ચંદ્રાલા નાકા પાસે વાહન ચેકિંગ દરમિયાન મુંબઈના એક મુસાફર પાસેથી હાથીદાંતના બે દાંત જપ્ત કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, આરોપી યશ ગોપાલભાઈ વોરા (ઉંમર 32), મૂળ રાજસ્થાનનો રહેવાસી છે અને ધનલક્ષ્મી ટ્રાવેલ્સની બસમાં મુસાફરી કરી રહ્યો હતો. પોલીસે તપાસ દરમિયાન તેની પાસે અંદાજે ₹1 લાખ કિંમતના હાથીદાંત મળ્યા હતા.
આ મામલો વન વિભાગને સોંપવામાં આવ્યો છે, કારણ કે વન્યજીવ અને આઈવરી સંબંધિત ગુનાઓ તેમના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. પ્રાથમિક તપાસ મુજબ આ હાથીદાંત જૂના હોઈ શકે છે, પરંતુ તેનું સ્ત્રોત અને ક્યાં પહોંચાડવાના હતા તે અંગે તપાસ ચાલુ છે.
વન વિભાગ હવે આ હાથીદાંત ક્યાંથી મેળવાયા અને કોને પહોંચાડવાના હતા તેની તપાસ કરી રહ્યો છે. આ માટે ફોરેન્સિક તપાસ પણ હાથ ધરાશે.
ભારતમાં વન્યજીવ સુરક્ષા કાયદા હેઠળ હાથીદાંતનો વેપાર, ખરીદી અને માલિકી સખત રીતે પ્રતિબંધિત છે અને આવા ગુનાઓને ગંભીર માનવામાં આવે છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.