કચ્છના દરિયાકાંઠે ફરી બિનવારસુ નશીલા પદાર્થના પેકેટ મળ્યા, અત્યાર સુધી 70 કરોડથી વધુની ચરસની જપ્તી



કચ્છના દરિયાકાંઠે ફરી બિનવારસુ નશીલા પદાર્થના પેકેટ મળ્યા, અત્યાર સુધી 70 કરોડથી વધુની ચરસની જપ્તી



કચ્છ: કચ્છના દરિયાકાંઠે ફરી એકવાર મોટા પ્રમાણમાં બિનવારસુ માદક પદાર્થના પેકેટ મળતાં સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો છે. ખુઅડા અને સૈયદ સુલેમાનપીર ટાપુ વિસ્તારમાંથી કુલ 20 પેકેટ મળી આવ્યા છે.
માહિતી મુજબ, SOG અને મરીન પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન આ બિનવારસુ પેકેટો મળ્યા હતા. દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારમાં સતત મળી રહેલા આ પ્રકારના પેકેટોને લઈને તપાસ એજન્સીઓએ વધુ સઘન તપાસ શરૂ કરી છે.
અત્યાર સુધીની કાર્યવાહી દરમિયાન કુલ 141 કિલો ચરસના પેકેટ મળી આવ્યા છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત 70.50 કરોડ રૂપિયા જેટલી થાય છે.
સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ પેકેટો ક્યાંથી આવ્યા અને કોના દ્વારા દરિયાકાંઠે છોડવામાં આવ્યા તે અંગે તપાસ તેજ કરવામાં આવી છે. સતત મળતા આવા પેકેટોને કારણે કચ્છનો દરિયાકાંઠો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.




