ગુજરાત પ્રવાસે PM મોદી અમદાવાદથી કોબા, સાણંદ અને ડીસા સુધી દિવસભર કાર્યક્રમો



ગુજરાત પ્રવાસે PM મોદી અમદાવાદથી કોબા, સાણંદ અને ડીસા સુધી દિવસભર કાર્યક્રમો



વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે વ્યસ્ત કાર્યક્રમો સાથે હાજરી આપી રહ્યા છે. તેમના દિવસની શરૂઆત સવારે 9:45 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આગમનથી થશે.
એરપોર્ટ પરથી વડાપ્રધાન સીધા રોડ માર્ગે કોબા જૈન તીર્થ જવા માટે રવાના થશે. સવારે 10:00 થી 11:45 દરમિયાન તેઓ કોબા ખાતે યોજાનારા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે.
ત્યારબાદ 11:50 વાગ્યે વડાપ્રધાન કોબાથી સચિવાલય તરફ રવાના થશે અને બપોરે 12:00 વાગ્યે ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા સાણંદ જવા નીકળશે. તેઓ બપોરે 12:30 વાગ્યે સાણંદ પહોંચશે અને 12:45 થી 2:15 સુધી વિવિધ વિકાસકાર્યો સંબંધિત કાર્યક્રમોમાં હાજરી આપશે.
બપોરે 2:20 વાગ્યે વડાપ્રધાન સાણંદથી હેલિકોપ્ટર દ્વારા ફરી અમદાવાદ તરફ રવાના થશે. તેઓ 2:55 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા બાદ વિશેષ વિમાન દ્વારા ડીસા જવા માટે ઉડાન ભરે છે.
ડીસા ખાતે વડાપ્રધાન 3:40 વાગ્યે પહોંચશે અને સાંજે 4:00 થી 5:00 દરમિયાન જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ 5:20 વાગ્યે તેઓ ડીસાથી રવાના થશે.
આ દિવસના તમામ કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી સીધા આસામ તરફ જવા માટે પ્રસ્થાન કરશે. તેમના આ વ્યસ્ત શેડ્યૂલને લઈને રાજ્યભરમાં સુરક્ષા અને વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.




