Get News Alerts

Never miss breaking news updates.

PM મોદીએ સાણંદમાં સેમીકન્ડક્ટર OSAT પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યુ

આ એક દિવસના ગુજરાત પ્રવાસમાં, વડાપ્રધાન મોદીએ પ્રથમ ગાંધીનગરના કોબા જૈન તીર્થ ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, ત્યારબાદ સાણંદના OSAT પ્લાન્ટ માટે રવાના થયા. સાણંદ પહોંચ્યા બાદ વડાપ્રધાને ચીપના પ્રોડક્શન હાઉસનું નિરીક્ષણ કર્યું. તેમના સાથે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા.
Admin
AdminUpdated on: 31 Mar 2026 02:01 PM IST
PM મોદીએ સાણંદમાં સેમીકન્ડક્ટર OSAT પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યુPM મોદીએ સાણંદમાં સેમીકન્ડક્ટર OSAT પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યુ

સાણંદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાણંદ ખાતે કેન્સ સેમીકન્ડક્ટર OSAT ફેસિલિટી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરીને ભારતને ટેક્નોલોજી અને સેમીકન્ડક્ટર ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાના દ્રષ્ટિકોણ સાથે મહત્વનો ઈતિહાસ રચ્યો. આ પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટ દ્વારા 23 સપ્ટેમ્બર 2024ના રોજ મંજૂરી આપવામાં આવી હતી, અને ₹3300 કરોડના ખર્ચે સાણંદમાં સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાનું ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે.

આ એક દિવસના ગુજરાત પ્રવાસમાં, વડાપ્રધાન મોદીએ પ્રથમ ગાંધીનગરના કોબા જૈન તીર્થ ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, ત્યારબાદ સાણંદના OSAT પ્લાન્ટ માટે રવાના થયા. સાણંદ પહોંચ્યા બાદ વડાપ્રધાને ચીપના પ્રોડક્શન હાઉસનું નિરીક્ષણ કર્યું. તેમના સાથે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, “ભારતના સેમીકન્ડક્ટર મિશન અંતર્ગત આ પ્રોજેક્ટ દેશના ટેક ઇકોસિસ્ટમ માટે મહત્વપૂર્ણ છે. સેમીકન્ડક્ટર ક્ષેત્રમાં આગળ વધવાથી ભારતના ટેક ફ્યુચરનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે.”

જાહેર નોંધપાત્ર વાત એ છે કે ફેબ્રુઆરી 2026માં વડાપ્રધાન મોદીએ માઇક્રોન સેમીકન્ડક્ટર પ્લાન્ટનો પણ શુભારંભ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “જૂન 2023માં MoU થયા, સપ્ટેમ્બરમાં ખાતમુહૂર્ત થયું અને ફેબ્રુઆરી 2026માં કોમર્શિયલ પ્રોડક્શન શરૂ થયું. વિશ્વના વિકસિત દેશોમાં પણ આવી મંજૂરી અને પ્રક્રિયાઓમાં વર્ષો લાગે છે, પરંતુ ભારતે માત્ર 900 દિવસમાં આ અશક્ય કાર્ય પૂર્ણ કર્યું.”

આથી સાણંદમાં OSAT પ્લાન્ટ અને માઇક્રોન સેમીકન્ડક્ટર પ્રોજેક્ટો સાથે ભારત હવે સેમીકન્ડક્ટર ઉત્પાદન અને ટેક્નોલોજીમાં વૈશ્વિક સ્તરે મહત્વની જગ્યા મેળવવા તૈયાર છે. વડાપ્રધાન મોદાના જણાવ્યા મુજબ, “જ્યારે દાનત સાફ હોય અને નિષ્ઠા દેશના વિકાસ માટે હોય, ત્યારે નીતિ સ્પષ્ટ બની અને નિર્ણયોમાં ઝડપ આપોઆપ આવી જાય છે.”

આ પ્લાન્ટના ઉદ્ઘાટનથી ભારતમાં ટેક ક્ષેત્રના નિર્માણમાં નવી ઉર્જા અને ગતિ મળશે, અને સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમને ગ્લોબલ સ્તરે મજબૂત સ્થાન અપાશે.

AUTHOR
Admin

Admin

Author details are not available.