સદાચારી વ્યક્તિ સમાજમાં પ્રતિષ્ઠા અને સજ્જનોનું સન્માન મેળવે છે: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક સંસ્કૃત સુભાષિત શેર કરીને સદાચાર અને ઉત્તમ ચરિત્રના મહત્વ પર ભાર મૂક્યો હતો. વડાપ્રધાને પોસ્ટમાં લખ્યું, “शीलवान् पूजितो लोके, शीलवान् साधुसम्मतः। शीलवान् सर्वकर्मार्हः, शीलवान् प्रियदर्शनः॥”
Growth Now News
Growth Now News
સદાચારી વ્યક્તિ સમાજમાં પ્રતિષ્ઠા અને સજ્જનોનું સન્માન મેળવે છે: PM મોદીસદાચારી વ્યક્તિ સમાજમાં પ્રતિષ્ઠા અને સજ્જનોનું સન્માન મેળવે છે: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક સંસ્કૃત સુભાષિત શેર કરીને સદાચાર અને ઉત્તમ ચરિત્રના મહત્વ પર ભાર મૂક્યો હતો. વડાપ્રધાને પોસ્ટમાં લખ્યું, “शीलवान् पूजितो लोके, शीलवान् साधुसम्मतः। शीलवान् सर्वकर्मार्हः, शीलवान् प्रियदर्शनः॥”

આ સુભાષિતનો અર્થ સમજાવતા જણાવાયું છે કે સદાચારી વ્યક્તિને સમાજમાં પ્રતિષ્ઠા મળે છે અને સજ્જનો દ્વારા તેનું સન્માન કરવામાં આવે છે. ઉત્તમ ચરિત્ર ધરાવતી વ્યક્તિ તેની સત્યનિષ્ઠા, વિનમ્રતા અને મર્યાદિત આચરણને કારણે દરેક જવાબદારી માટે યોગ્ય માનવામાં આવે છે. આવી વ્યક્તિનું વ્યક્તિત્વ સૌ માટે આકર્ષક અને અનુસરણ કરવા યોગ્ય હોય છે. સફળતા, અસરકારક નેતૃત્વ અને અતૂટ વિશ્વાસનો સાચો આધાર પણ ઉત્તમ ચરિત્રને ગણાવવામાં આવ્યો છે.

વડાપ્રધાન મોદીએ અગાઉ 24 જુલાઈએ પણ એક સુભાષિત શેર કર્યું હતું. તેમાં મનુષ્ય પોતાના કર્મ, વિચાર અને વાણી દ્વારા જે બાબતનો સતત અભ્યાસ કરે છે, તે જ અંતે તેના વ્યક્તિત્વને ઘડે છે અને તેને તે જ દિશામાં લઈ જાય છે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. તેથી વ્યક્તિએ પોતાના વિચારો અને સંવાદમાં હંમેશા કલ્યાણકારી બાબતોને સ્થાન આપવું જોઈએ.

આ ઉપરાંત, 23 જુલાઈએ વડાપ્રધાને શેર કરેલા સુભાષિતમાં બ્રહ્માંડ અને આત્મામાં રહેલી શાશ્વત શક્તિ વચ્ચેના સંબંધનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સંદેશ દ્વારા ‘જે પિંડમાં છે, તે જ બ્રહ્માંડમાં છે’નો આધ્યાત્મિક વિચાર રજૂ કરવામાં આવ્યો હતો.