Get News Alerts

Never miss breaking news updates.

PBKS vs GT Live: ગુજરાતે પંજાબ કિંગ્સને 163 રનનો ટાર્ગેટ આપ્યો

PBKS vs GT Live: મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે IPL 2026ની ચોથી મેચમાં ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સને જીત માટે 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટોસ હાર્યા બાદ બેટિંગ કરવાનો નિર્ણય લેતા ગુજરાત ટાઇટન્સે નિર્ધારિત ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા.
Admin
AdminUpdated on: 31 Mar 2026 10:13 PM IST
PBKS vs GT Live: ગુજરાતે પંજાબ કિંગ્સને 163 રનનો ટાર્ગેટ આપ્યોPBKS vs GT Live: ગુજરાતે પંજાબ કિંગ્સને 163 રનનો ટાર્ગેટ આપ્યો

ફાઇલ તસવીર

PBKS vs GT Live: મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે IPL 2026ની ચોથી મેચમાં ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સને જીત માટે 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટોસ હાર્યા બાદ બેટિંગ કરવાનો નિર્ણય લેતા ગુજરાત ટાઇટન્સે નિર્ધારિત ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. 

ટીમને સાઈ સુદર્શન અને કેપ્ટન શુભમન ગિલની જોડી દ્વારા સારી શરૂઆત મળી હતી, પરંતુ સુદર્શન 11 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ ગિલે જોસ બટલર સાથે 35 બોલમાં બીજી વિકેટ માટે 46 રનની ભાગીદારી નોંધાવી ટીમને સારી સ્થિતિમાં પહોંચાડી હતી. કેપ્ટન 27 બોલમાં 39 રન બનાવીને આઉટ થયો હતો, જેમાં 6 છગ્ગાનો સમાવેશ થાય છે. ત્યારબાદ બટલરે ગ્લેન ફિલિપ્સ સાથે ત્રીજી વિકેટ માટે 36 રન ઉમેરીને ટીમને સદીના આંકડાને પાર પહોંચાડી હતી.

બટલરે ટીમ માટે 33 બોલમાં 38 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ગ્લેન ફિલિપ્સે 25 રન અને વોશિંગ્ટન સુંદરે 18 રનનું યોગદાન આપ્યું હતું. ઇનિંગની છેલ્લી ઓવરમાં ઝડપી બોલર અર્શદીપ સિંહે કુલ 11 બોલ ફેંક્યા, જેમાં ચાર વાઈડ અને એક નો-બોલનો સમાવેશ થાય છે. અર્શદીપે આખી ઓવરમાં 12 રન આપ્યા હતા.

પંજાબ કિંગ્સ તરફથી વિજયકુમાર વિશાકે 34 રન આપીને ત્રણ વિકેટ લીધી, જ્યારે યુઝવેન્દ્ર ચહલે બે વિકેટ લીધી હતી. માર્કો જાન્સને એક વિકેટ ઉમેરી હતી. ટાઇટન્સે 23 વર્ષીય ફાસ્ટ બોલર અશોક શર્માને ડેબ્યૂ આપ્યુ છે, જેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરીને વિરોધી ટીમને મુશ્કેલીમાં મૂકી દીધી છે. આ મેચમાં ચાહકો અશોક પર નજર રાખશે.

AUTHOR
Admin

Admin

Author details are not available.