અમરેલીમાં મજૂર સાથે બોલાચાલી બાદ માલિકનું ઘટના સ્થળે મોત



ફાઈલ ફોટો
અમરેલીમાં મજૂર સાથે બોલાચાલી બાદ માલિકનું ઘટના સ્થળે મોત



ફાઈલ ફોટો
અમરેલી: અમરેલી જિલ્લામાં ખેત મજૂર અને માલિક વચ્ચે થયેલા વિવાદમાં માલિક પર હુમલો થતાં તેમનું મોત થયું છે. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી છે. પોલીસે કેસ નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, કરણભાઈ વાળાના ખેતરમાં રવિ કરોળિયા છેલ્લા ત્રણ વર્ષથી મજૂરી કરતો હતો. ઘટનાના દિવસે ટ્રેક્ટર સાથે રીલ બનાવવાના મુદ્દે માલિક અને મજૂર વચ્ચે બોલાચાલી થઈ હતી. મામલો ઉગ્ર બનતા રવિ કરોળિયાએ કરણભાઈ પર પાઈપ અને પથ્થર વડે હુમલો કર્યો હતો.
હુમલામાં કરણભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. બનાવ બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસને જાણ કરવામાં આવતા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા આરોપીની શોધખોળ ચાલુ છે.




