Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદમાં વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક આરોપી ઝડપાયો

એસ.જી. હાઇવે પરથી દારૂનો મોટો જથ્થો પસાર થવાનો છે. જેના આધારે વૈષ્ણોદેવી બ્રિજના ઉતરવાના છેડા પાસે, નિર્મા યુનિવર્સિટી સામે રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન ટાટા કંપનીના એક ટ્રકને રોકી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
Rahul Desai
Rahul DesaiUpdated on: 12 May 2026 03:01 PM IST
અમદાવાદમાં વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક આરોપી ઝડપાયોઅમદાવાદમાં વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક આરોપી ઝડપાયો

અમદાવાદ : શહેરમાં પ્રોહિબિશન વિરોધી પ્રવૃત્તિઓ સામે સોલા હાઈકોર્ટ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા રૂ. 54.12 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

માહિતી મુજબ અમદાવાદ શહેર પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન લીસ્ટેડ બુટલેગરો અને છૂપી રીતે દારૂની હેરાફેરી કરતા ઇસમો સામે ખાસ વોચ રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી. જેના આધારે નાયબ પોલીસ કમિશનર ઝોન-1 તથા “એ” ડિવિઝનના માર્ગદર્શન હેઠળ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન. ભુકણની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એસ.જી. હાઇવે પરથી દારૂનો મોટો જથ્થો પસાર થવાનો છે. જેના આધારે વૈષ્ણોદેવી બ્રિજના ઉતરવાના છેડા પાસે, નિર્મા યુનિવર્સિટી સામે રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન ટાટા કંપનીના એક ટ્રકને રોકી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.

પોલીસે ટ્રકમાંથી અલગ-અલગ કંપનીની કુલ 43,296 દારૂની બોટલો કબજે કરી હતી, જેની અંદાજિત કિંમત રૂ. 54,12,000 હોવાનું સામે આવ્યું છે. આ સાથે અન્ય મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.

આ મામલે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી રામારામ લક્ષ્મણરામ જાટ (ચૌધરી), ઉંમર 39 વર્ષ, રહેવાસી બાડમેર, રાજસ્થાનને ઝડપી પાડ્યો છે. આરોપી વ્યવસાયે ડ્રાઈવર હોવાનું સામે આવ્યું છે.

સોલા હાઈકોર્ટ પોલીસની આ પ્રશંસનીય કામગીરીથી શહેરમાં ગેરકાયદે દારૂના ધંધા સાથે જોડાયેલા તત્વોમાં ખળભળાટ મચી ગયો છે. હાલ પોલીસ સમગ્ર નેટવર્ક અને અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા વધુ તપાસ કરી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.