અમદાવાદ ઢોંસા કાંડમાં નવો વળાંક, પોલીસ હત્યા એંગલથી તપાસ કરી રહી છે



અમદાવાદ ઢોંસા કાંડમાં નવો વળાંક, પોલીસ હત્યા એંગલથી તપાસ કરી રહી છે



અમદાવાદ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં થોડા દિવસ પહેલા બનેલી બે બાળકીના મોતની ઘટનામાં નવા ખુલાસા સામે આવી રહ્યા છે. શરૂઆતમાં ઢોસા ખાધા બાદ પરિવારના સભ્યો બીમાર પડ્યા હોવાની વાત સામે આવી હતી, જેમાં 4 માસની બાળકી અને 4 વર્ષની દિકરીના મોત થયા હતા, જ્યારે માતા-પિતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
હાલ તપાસ આગળ વધતા પોલીસે આ મામલે શંકાસ્પદ પરિસ્થિતિઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પોલીસને આશંકા છે કે આ કેસમાં હત્યાનો એંગલ પણ હોઈ શકે. પુત્ર પ્રાપ્તિની ઈચ્છાને લઈને બાળકીની હત્યા થઈ હોવાની દિશામાં તપાસ ચાલી રહી છે.
પોલીસે અત્યાર સુધીમાં કુલ 25 લોકોના નિવેદનો નોંધ્યા છે. સાથે જ પતિ-પત્નીના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે અને મોબાઈલ ફોનની પણ તપાસ કરવામાં આવી રહી છે.
તપાસ દરમિયાન ઘરમાંથી એક ડાયરી પણ જપ્ત કરવામાં આવી છે, જેમાં પુત્રની ઈચ્છા અને પતિ-પત્ની વચ્ચે થતા ઝઘડાઓ અંગે નોંધ મળી આવી છે. જેમા લખ્યુ છે કે પુત્રમાટે તેમને બાધા પણ રાખવામાં આવી હતી. હાલ ફોરેન્સિક સાયન્સ લેબ (FSL)નો રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર ઘટનાનો સાચો ખુલાસો થશે.




