૧ એપ્રિલથી નવા નિયમોનો અમલ, જનતા પર સીધી અસર



AI Image
૧ એપ્રિલથી નવા નિયમોનો અમલ, જનતા પર સીધી અસર



AI Image
આજે ૧લી એપ્રિલ સાથે દેશભરમાં નવા નાણાકીય વર્ષનો પ્રારંભ થયો છે. દર વર્ષની જેમ આ વખતે પણ અનેક મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેનો સીધો અસર સામાન્ય લોકોના દૈનિક જીવન અને ખર્ચ પર પડશે. આ વખતે કુલ 15 જેટલા મોટા બદલાવ અમલમાં આવ્યા છે, જેમાં ગેસના ભાવથી લઈને રેલવે, ફાસ્ટેગ, વાહન અને ઇનકમ ટેક્સ સુધીના નિયમોનો સમાવેશ થાય છે.
ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો વધારો નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ સરકારી તેલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹૨૧૮ સુધીનો વધારો કર્યો છે. વધેલા ભાવ બાદ દિલ્હીમાં સિલિન્ડર ₹૨૦૭૮.૫૦ સુધી પહોંચ્યો છે, જ્યારે ચેન્નઈમાં તેની કિંમત ₹૨૨૪૬.૫૦ થઈ ગઈ છે.
રેલવે ટિકિટ કેન્સલેશનના નિયમોમાં ફેરફાર રેલવે મુસાફરો માટે ટિકિટ રદ કરવાની સમય મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ટ્રેન છૂટવાના ૮ કલાક પહેલા સુધી જ ટિકિટ કેન્સલ કરાવવાથી રિફંડ મળશે, જે પહેલા ૪ કલાક હતી.
પણ મુસાફરોને રાહત રૂપે ટ્રેન છૂટવાના ૩૦ મિનિટ પહેલા સુધી બોર્ડિંગ સ્ટેશન બદલવાની છૂટ આપવામાં આવી છે.
ફાસ્ટેગ અને ટોલ પ્લાઝા પર ડિજિટલ સિસ્ટમ ફરજિયાત રાષ્ટ્રીય રાજમાર્ગો પર ફાસ્ટેગને વધુ પ્રોત્સાહન આપવા માટે નવા નિયમો અમલમાં આવ્યા છે: ફાસ્ટેગના વાર્ષિક પાસમાં ૨.૫% નો વધારો, હવે ₹૩,૦૦૦ના બદલે ₹૩,૦૭૫ ચૂકવવા પડશે
તમામ ટોલ પ્લાઝા પર રોકડ ચુકવણી સંપૂર્ણપણે બંધ ફાસ્ટેગ અથવા UPI મારફતે જ ટોલ ટેક્સ ભરવો ફરજિયાત
નવી કાર અને બાઈક ખરીદવી થઈ મોંઘી ૧ એપ્રિલથી કોમર્શિયલ અને પેસેન્જર વાહનોના ભાવમાં ૨% થી ૩% સુધીનો વધારો નોંધાયો છે. જે લોકોએ ગાડી બુક કરી છે પરંતુ ૩૧ માર્ચ સુધી બિલિંગ પૂર્ણ થયું નથી, તેઓને હવે વધેલા ભાવ મુજબ ચુકવણી કરવી પડશે.
ઇનકમ ટેક્સમાં મોટા ફેરફારો આવકવેરા ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ સુધારા અમલમાં આવ્યા છે: 'ઇનકમ ટેક્સ એક્ટ ૨૦૨૫' લાગુ, હવે FY અને AYના બદલે ‘ટેક્સ યર’નો ઉપયોગ નવી ટેક્સ રિજીમ હેઠળ પગારદાર લોકો માટે ₹૧૨.૭૫ લાખ સુધીની આવક ટેક્સ ફ્રી
અન્ય કરદાતાઓ માટે ₹૧૨ લાખ સુધીની આવક પર રાહત ફોર્મ 16 અને 16Aની જગ્યાએ નવા ફોર્મ 130 અને 131 લાગુ




