Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે નવી હાઈટેક RTO કચેરી તૈયાર, ટૂંક સમયમાં થશે લોકાર્પણ

અમદાવાદના સુભાષ બ્રિજ વિસ્તારમાં લાંબા સમયથી પ્રતીક્ષિત નવી RTO કચેરી હવે લોકાર્પણ માટે તૈયાર થઈ ગઈ છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ હાઈટેક બિલ્ડિંગમાં AI આધારિત ટેસ્ટ ટ્રેકથી લઈને દિવ્યાંગમૈત્રી સુવિધાઓ સુધીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, જે નાગરિકોને વધુ ઝડપી અને સરળ સેવા આપશે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 16 May 2026 11:27 AM IST
અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે નવી હાઈટેક RTO કચેરી તૈયાર, ટૂંક સમયમાં થશે લોકાર્પણઅમદાવાદના સુભાષ બ્રિજ ખાતે નવી હાઈટેક RTO કચેરી તૈયાર, ટૂંક સમયમાં થશે લોકાર્પણ

અમદાવાદ : અમદાવાદ શહેરના નાગરિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. સુભાષ બ્રિજ સ્થિત નવા RTO કચેરી ભવનનું કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે ટૂંક સમયમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર કરાયેલ આ આધુનિક બિલ્ડિંગ નાગરિકોને વધુ સુવિધાસભર અને ઝડપી સેવા આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

નવી RTO કચેરી સંપૂર્ણપણે એર કન્ડિશન્ડ છે, જ્યાં અરજદારો માટે વિશાળ વેઇટિંગ એરિયા બનાવવામાં આવ્યો છે. ડ્રાઇવિંગ ટેસ્ટ પ્રક્રિયાને વધુ પારદર્શક અને આધુનિક બનાવવા માટે AI આધારિત ટેસ્ટ ટ્રેક પણ તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરાંત સમગ્ર કામગીરી પર નજર રાખવા માટે અદ્યતન કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે.

બિલ્ડિંગમાં લિફ્ટ, ફાયર સેફ્ટી સિસ્ટમ અને દિવ્યાંગજન માટે ખાસ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વાહન પાર્કિંગ માટે વિશાળ પાર્કિંગ વિસ્તાર બનાવવામાં આવતા અરજદારોને અવરજવર અને પાર્કિંગમાં પણ સરળતા રહેશે.

લાંબા વિલંબ બાદ તૈયાર થયેલી આ નવી RTO કચેરી શરૂ થતા અમદાવાદના વાહનચાલકો અને નાગરિકોને વધુ સુગમ અને ટેક્નોલોજી આધારિત સેવાઓ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.