Get News Alerts

Never miss breaking news updates.

Bhavnagar માં ડુપ્લીકેટ દારૂનો કહેર, અત્યાર સુધી 9 ના મોત થયા હોવાની માહિતી

Bhavnagar લઠ્ઠાકાંડમાં ફાઈનલ અપડેટ સામે આવી છે. બનાવટી વિદેશી દારૂના કથિત સેવન સાથે જોડાયેલા આ મામલામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ભાવનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વધુ એક વ્યક્તિનું મોત થતાં મૃતકાંક વધીને 9 થયો છે.
Admin
AdminUpdated on: 20 Aug 2026 08:28 AM IST
Bhavnagar માં ડુપ્લીકેટ દારૂનો કહેર, અત્યાર સુધી 9 ના મોત થયા હોવાની માહિતીBhavnagar માં ડુપ્લીકેટ દારૂનો કહેર, અત્યાર સુધી 9 ના મોત થયા હોવાની માહિતી

Bhavnagar

Bhavnagar : કાળીયાબીડના ભગવતી સર્કલ નજીક રહેતા 35 વર્ષીય જયેશ જીતેન્દ્રભાઈ ભટ્ટીનું સારવાર દરમિયાન શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. પરિવાર દ્વારા તેમના મોતને કથિત નકલી દારૂકાંડ સાથે જોડાણ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ તરફ કથિત લઠ્ઠાકાંડમાં પોલીસે બુટલેગર રઈશને પણ ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગૌતમ, મુકેશ અને રઈશ નામના ત્રણ બુટલેગરોએ મળીને અંદાજે 250 ડુપ્લીકેટ દારૂની બોટલો તૈયાર કરી હતી. 

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે
રઈશ ફરાર હોવાથી તેને ઝડપી પાડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન રઈશ ઉજ્જૈનમાં હોવાની બાતમી મળતા પોલીસ ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારબાદ SMCની ટીમે રઈશને ઝડપી લીધો હોવાનું સામે આવ્યું છે અને તેને ભાવનગર લાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલી ગાંધી કોલોનીમાંથી વધુ એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતકની ઓળખ હિતેશ પરમાર તરીકે થઈ છે. હિતેશ પરમાર સોનગઢની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમના ઘરમાંથી રોયલ સ્ટેગની ડુપ્લીકેટ દારૂની બોટલ મળી આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.

લઠ્ઠાકાંડને પગલે પોલીસ વિભાગમાં પણ મોટી કાર્યવાહી કરવામાં આવી છે 
વરતેજ પોલીસ મથકના બીટ જમાદાર સહિત કુલ 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. રેન્જ આઈજી આર.વી. અસારીની પ્રાથમિક પ્રતિક્રિયા મુજબ મામલામાં 21 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને 12 ઈસમોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. તપાસમાં વધુ એક મહત્વનો ખુલાસો થયો છે કે 250 ડુપ્લીકેટ બોટલોમાં વિદેશી દારૂ સાથે દેશી દારૂ ભેળવવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. આ પૈકી 130 બોટલો પોલીસે કબજે કરી છે, જ્યારે બાકીની બોટલો અંગે તપાસ ચાલુ છે. સમગ્ર કથિત લઠ્ઠાકાંડમાં પોલીસ દ્વારા આરોપીઓ અને ગેરકાયદે દારૂના નેટવર્કની કડીઓ શોધવા કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.