Get News Alerts

Never miss breaking news updates.

‘આજે ભારત મોટા સપના જોવે છે’ નેધરલેન્ડ્સમાં ભારતીય સમુદાયને મોદીનું સંબોધન

Narendra Modi Speech Netherlands: નેધરલેન્ડ્સના હેગને દુનિયા ‘સિટી ઓફ પીસ’ તરીકે જાણે છે. પીએમ મોદીએ અહીં ભારતીય સમુદાયને સંબોધન કરતા કહ્યુ કે, તેઓ થોડા સમય માટે ભૂલી ગયા હતા કે તેઓ નેધરલેન્ડ્સમાં છે. PM મોદીએ કહ્યુ કે, આજે ભારત મોટા સપના જોઈ રહ્યો છે. ભારતે ચંદ્ર પર પહોંચીને ઇતિહાસ રચ્યો છે, જ્યાં દુનિયાના કોઈ દેશ પહેલાં પહોંચી નથી શક્યા.
Admin
AdminUpdated on: 16 May 2026 02:26 PM IST
‘આજે ભારત મોટા સપના જોવે છે’ નેધરલેન્ડ્સમાં ભારતીય સમુદાયને મોદીનું સંબોધન‘આજે ભારત મોટા સપના જોવે છે’ નેધરલેન્ડ્સમાં ભારતીય સમુદાયને મોદીનું સંબોધન

Narendra Modi Speech Netherlands: નેધરલેન્ડ્સના હેગને દુનિયા ‘સિટી ઓફ પીસ’ તરીકે જાણે છે. પીએમ મોદીએ અહીં ભારતીય સમુદાયને સંબોધન કરતા કહ્યુ કે, તેઓ થોડા સમય માટે ભૂલી ગયા હતા કે તેઓ નેધરલેન્ડ્સમાં છે. PM મોદીએ કહ્યુ કે, આજે ભારત મોટા સપના જોઈ રહ્યો છે. ભારતે ચંદ્ર પર પહોંચીને ઇતિહાસ રચ્યો છે, જ્યાં દુનિયાના કોઈ દેશ પહેલાં પહોંચી નથી શક્યા.

પીએમ મોદીએ કહ્યું કે, સમય સાથે ઘણી વસ્તુઓ બદલાઈ છે, પરંતુ ભારતની સંસ્કૃતિ આજે પણ લોકોના દિલમાં વસી છે. સમય બદલાયો, પરંતુ સંસ્કાર અને પોતાનાપણું નથી બદલાયું.

વડાપ્રધાન મોદીએ 16 મેને વિશેષ દિવસ ગણાવ્યો હતો. તેમણે કહ્યુ કે, આજના દિવસે 12 વર્ષ પહેલાં 2014માં લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા હતા. પીએમ મોદીએ નેધરલેન્ડ્સની જનતાને 140 કરોડ ભારતીયો તરફથી શુભકામનાઓ આપી હતી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 દેશના પ્રવાસે ગયા છે.

વડાપ્રધાને વધુમાં જણાવ્યુ હતુ કે, ભારત ચિપ મેન્યુફેક્ચરિંગ અને સેમિકન્ડક્ટર સેક્ટમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમણે જણાવ્યુ કે, દેશમાં આ સમયે 12 સેમિકન્ડક્ટર પ્લાન્ટ પર કામ ચાલુ છે. જેમાંથી 2 પ્લાન્ટમાં પ્રોડક્શન પણ ચાલુ થઈ ગયું છે. દેશ-દુનિયાની સૌથી મોટી સરકારી ફંડેડ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ યોજનાનું સંચાલન કરે છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.