Get News Alerts

Never miss breaking news updates.

દેશની કુલ ગ્રીન એનર્જીનો પાંચમો ભાગ ગુજરાતમાંથી આવે છેઃ PM મોદી

Surat News: વિશ્વ પર્યાવરણ દિવસના અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગુજરાતને દેશની હરિત ઊર્જા ક્રાંતિનું અગ્રદૂત ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ સદીની શરૂઆતમાં ગુજરાતે નવીનીકરણીય ઊર્જા માટે અલગ સરકારી વિભાગ બનાવ્યો હતો. પાટણ જિલ્લાના ચારણકા ગામમાં દેશનો પ્રથમ સોલાર પાર્ક સ્થાપિત કરવામાં આવ્યો હતો, જેણે ભારતના નવીનીકરણીય ઊર્જા અભિયાનને નવી દિશા આપી હતી.
Admin
AdminUpdated on: 05 Jun 2026 06:56 PM IST
દેશની કુલ ગ્રીન એનર્જીનો પાંચમો ભાગ ગુજરાતમાંથી આવે છેઃ PM મોદીદેશની કુલ ગ્રીન એનર્જીનો પાંચમો ભાગ ગુજરાતમાંથી આવે છેઃ PM મોદી

Surat News: વિશ્વ પર્યાવરણ દિવસના અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગુજરાતને દેશની હરિત ઊર્જા ક્રાંતિનું અગ્રદૂત ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ સદીની શરૂઆતમાં ગુજરાતે નવીનીકરણીય ઊર્જા માટે અલગ સરકારી વિભાગ બનાવ્યો હતો. પાટણ જિલ્લાના ચારણકા ગામમાં દેશનો પ્રથમ સોલાર પાર્ક સ્થાપિત કરવામાં આવ્યો હતો, જેણે ભારતના નવીનીકરણીય ઊર્જા અભિયાનને નવી દિશા આપી હતી.

પીએમ મોદીએ જણાવ્યું કે, આજે ભારતની નવીનીકરણીય ઊર્જા ક્ષમતા 250 ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે. તેમાં એકલા ગુજરાતનું યોગદાન 50 ગીગાવોટ છે, એટલે કે દેશની કુલ ગ્રીન એનર્જાનો પાંચમો ભાગ ગુજરાતમાંથી આવે છે. સૌર ઊર્જા ઉત્પાદનમાં ગુજરાતે નોંધપાત્ર કાર્ય કર્યું છે અને હવે ગ્રીન હાઇડ્રોજન તથા ગ્રીન એમોનિયા જેવા ભવિષ્યના ક્ષેત્રોમાં પણ રાજ્યની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ બનવાની છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, છેલ્લા 12 વર્ષમાં ‘વેસ્ટ ટુ વેલ્થ’ એટલે કે કચરામાંથી સંપત્તિ બનાવવાનું મોટો જનઆંદોલન શરૂ થયું છે, જેના કારણે શહેરો વધુ સ્વચ્છ અને હરિત બન્યા છે. તેમણે જણાવ્યું કે, સુરતને આવનારા અનેક દાયકાઓ સુધી પીવાનું પાણી ઉપલબ્ધ રહે તે માટે તાપી બેરેજ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત જળ વ્યવસ્થાપન અને ડ્રેનેજ સિસ્ટમને મજબૂત બનાવવા માટે પણ અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

વૈશ્વિક પરિસ્થિતિ અંગે પીએમ મોદીએ કહ્યું કે, દુનિયા હાલમાં અપ્રતિમ પડકારોનો સામનો કરી રહી છે. પહેલા કોરોના મહામારી આવી, પછી વિવિધ ક્ષેત્રોમાં યુદ્ધ શરૂ થયા અને હવે ઊર્જા સંકટે સમગ્ર વિશ્વને અસર કરી છે. પેટ્રોલના ભાવમાં ઉતાર-ચઢાવ અને ગેસ સપ્લાય ચેઇનની સમસ્યાઓએ ઘણા દેશોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. 140 કરોડ ભારતીયોના સામુહિક પ્રયાસોથી ભારત આ તમામ પડકારોનો મજબૂતીથી સામનો કરી રહ્યું છે. વર્તમાન વૈશ્વિક સંકટ બતાવે છે કે, ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા કેટલી જરૂરી છે અને છેલ્લા 12 વર્ષમાં દેશે જે ક્ષમતા વિકસાવી છે, તેનું મહત્વ આજે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને કામ કરી રહી છે અને તેથી જ દેશની જનતાનો વિશ્વાસ ભાજપ અને તેના વિકાસ કાર્યો પર સતત વધતો જઈ રહ્યો છે. તેમણે કહ્યું કે આ જ કારણ છે કે દેશની જનતા વારંવાર ભાજપને જનાદેશ આપી રહી છે.

પીએમ મોદીએ ગુજરાતની જનતાનો અભિનંદન આપતા ભારતીય જનતા પાર્ટીની તાજેતરની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં મળેલી ઐતિહાસિક જીત પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા ચૂંટણીમાં ગુજરાતની જનતાએ ભાજપને એટલું પ્રચંડ સમર્થન આપ્યું કે જૂના તમામ રેકોર્ડ તૂટી ગયા હતા. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પછી હું પહેલીવાર ગુજરાત આવ્યો છું. હું સુરતથી સમગ્ર ગુજરાતના લોકોને વંદન અને અભિનંદન કરું છું. અઢી દાયકાથી વધુ સમયથી ગુજરાતની જનતા ભાજપને સતત આશીર્વાદ આપી રહી છે અને સમય સાથે આ સમર્થન વધુ વધતું જઈ રહ્યું છે.

તેમણે કહ્યું કે, આ વખતે જનતાએ તેમના જૂના રેકોર્ડ પણ તોડી નાંખ્યા છે. પીએમ મોદીએ પાર્ટી કાર્યકરોને કહ્યું કે, આ જીતને સત્તા નહીં પરંતુ સેવા માટેના અવસર તરીકે જોવી જોઈએ. ગુજરાતની જનતાએ ભાજપના સેવાભાવ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને હવે સૌએ પહેલાં કરતાં વધુ મહેનત કરવી પડશે. તેમનું લક્ષ્ય ‘વિકસિત ગુજરાત-વિકસિત ભારત’ના સંકલ્પને પૂર્ણ કરવાનો છે. સુરત માત્ર એક શહેર નથી પરંતુ એક ભાવના છે. કોઈપણ શહેર સતત સ્વચ્છતા પુરસ્કાર જીત્યા પછી સંતોષી શકે છે, પરંતુ સુરત આજે પણ સ્વચ્છતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. આ જ સુરત ક્યારેક પ્લેગ જેવી ગંભીર મહામારીથી પ્રભાવિત હતું, પરંતુ આજે દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં તેની ઓળખ છે. તેના માટે તેમણે શહેરના નાગરિકો, અધિકારીઓ, કર્મચારીઓ અને જનપ્રતિનિધિઓને અભિનંદન આપ્યા હતા.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.