પ્લેગથી પ્રભાવિત આપણું સુરત આજે સ્વચ્છતા માટે જાણીતુંઃ નરેન્દ્ર મોદી



પ્લેગથી પ્રભાવિત આપણું સુરત આજે સ્વચ્છતા માટે જાણીતુંઃ નરેન્દ્ર મોદી



Narendra Modi Speech: વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે પીએમ મોદી આજે (5 જૂન) ડાયમંડ સિટી સુરતની મુલાકાતે છે. તેઓ સુરત એરપોર્ટથી સીધા હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો (L&T) પ્લાન્ટની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ તૈયાર થઈ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું.
પીએમ મોદીએ જણાવ્યું કે, ખેતર બચાવોના અભિયાનમાં જોડાઇએ. પ્રાકૃત્તિક ખેતી અપનાવો. સુરતનો કચરો મને ભેટ આપ્યો છે. એક લાખ લોકોએ 5 દિવસ સફાઇ અભિયાન ચલાવ્યું હતું. મારે માટે આ મોટામાં મોટી સોગાત છે. આ માટે હું આખા સુરતનો આભાર માનું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પછી પહેલીવાર ગુજરાત આવ્યો છું. હું સુરતથી તમામ ગુજરાતના લોકોને વંદન કરું છું. અઢી દસકથી વધુનો સમય થઈ ગયો છે. તમે ભાજપને નિરંતર તમારો આશીર્વાદ આપી રહ્યા છો. સમયની સાથે તમારો આર્શીવાદ વધતો જ જાય છે. હાલની ચૂંટણીમાં ગુજરાતીઓએ ભાજપને એટલું સમર્થન આપ્યું કે જૂના બધા રેકોર્ડ તૂટી ગયા. મારો રેકોર્ડ પણ તૂટી ગયો છે. આવું બહું ઓછું જોવા મળે છે. કોઈ પક્ષને આટલા લાંબા સમય સુધી સેવા કરવાનો મોકો મળે છે.
ગુજરાતની જનતાએ આપણા સેવાભાવને સમર્થન આપ્યું છે. આ પ્રચંડ વિજ્ય સેવાના મિશનને વધુ વિસ્તાર આપવા માટે છે. આપણે હવે બહુ મહેનત કરવાની છે. આપણો સંકલ્પ વિકસિત ગુજરાત વિકસિત ભારતને સિદ્ધ કરવાનો છે. સુરત શહેર નહીં સ્પિરિટ છે. સુરત સતત સફાઈ અભિયાનને પ્રાથમિકતા આપી રહ્યું છે. તમામ ભાજપના જનપ્રતિનિધિઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે. આજનો દિવસે વધુ એક સુખદ સંયોગ છે. આજના દિવસે દેશના સૌથી સ્વચ્છ શહેરોમાના એક સુરતમાં છું. પહેલાં પ્લેગ જેવી મહામારીથી પ્રભાવિત હતું આજે સ્વચ્છતા માટે જાણીતું છે.
મારા વ્હાલા સુરતીઓને ખુબ-ખુબ અભિનંદન. સુરતના વિકાસના ગતિ આપવા માટે અનેક પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે. દુનિયા હવે ગ્રીન ફ્યુચર તરફ આગળ વધી રહી છે. ભારત પણ ગ્રીન ગ્રોથ તરફ કામ કરી રહ્યું છે.




