સેક્ટર-2માં NRIના બંધ મકાનમાં ₹50 લાખથી વધુની ચોરી



સેક્ટર-2માં NRIના બંધ મકાનમાં ₹50 લાખથી વધુની ચોરી



ગાંધીનગર સેક્ટર-2 વિસ્તારમાં એક બંધ મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. મકાન માલિક વિદેશ (આફ્રિકા)માં હોવાના સમયગાળા દરમિયાન આ ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં અંદાજે ₹50 લાખથી વધુના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, NRI મકાન માલિકના ઘરે તેમની બહેન ચેક કરવા માટે પહોંચી હતી ત્યારે ઘરમાં તાળા તૂટેલા અને સામાન વિખરાયેલો જોવા મળ્યો હતો. તપાસ કરતા ચોરી થયાની પુષ્ટિ થઈ હતી.
ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ ટીમની મદદથી સ્થળ પર તપાસ શરૂ કરવામાં આવી હતી.
સેક્ટર-7 પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ચોરી કોણે અને કઈ રીતે કરી તે અંગે તપાસ ચાલુ છે.




