રાજકોટના મેટોડા GIDCમાં રબર વેસ્ટમાં ભયંકર આગ, લાખોનું નુકસાન



રાજકોટના મેટોડા GIDCમાં રબર વેસ્ટમાં ભયંકર આગ, લાખોનું નુકસાન



રાજકોટ: રાજકોટમાં ફરી વખત આગ લાગવાની ઘટના સામે આવી છે. આજે સવારે રાજકોટની રબર વેસ્ટમાં આગ લાગી હતી. આગ એટલી ભયકર હતી કે તેના ઘુમાડા 1 કિલો મીટર સુધી દેખાઈ રહ્યા હતા. આગ લાગતાની સાથે ફાયર વિભગ ઘટના સ્થળ પર પહોંચીને તાત્કાલિક આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો. તેના કારણે લાખો રૂપિયાના માલનું નુકશાન થયુ છે. આગ કેવી રીતે લાગી તેની તપાસ હજુ ચાલુ છે.
રાજકોટ શહેરમાં આગ લાગવાની વાત હવે સામાન્ય બનતી જાય છે. થોડા દિવસ પહેલા એક કંપનીમાં આગ લાગી હતી. તેવામાં આજે રાજકોટમાં આવેલા મેટોડા જીઆઈડીસી ગેઈટ નંબર 1માં આગનો બનાવ સામે આવ્યો હતો. રબર વેસ્ટમાં એક કંપનીમાં એક જોરદાર અચાનક આગ લાગી હતી. તેના કારણે અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો. આગ લાગતીની સાથે લોકો તાત્કાલિક બહાર આવી પહોંચ્યા હતા. ફાયર વિભાગને જાણ કરતા ઘટના સ્થળ પર દોડી આવી હતી. તરત જ આગ પર કાબૂ મેળવવવા પ્રયાસ કર્યો હતો. આગ એટલી જોરદાર હતી કે તેના આગના ઘૂમાડા દૂર દૂર સુધી દેખાતા હતા.
રાજકોટમાં રબર વેસ્ટમાં રબર પર આગ લાગી ત્યારે જોત જોતામાં આગે ભયકર સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ. જેના કારણે આગ વિકરાટ બની ગઈ હતી. તેની આસપાસમાં રહેલા ફેક્ટરીમાં કામદારોને તાત્કાલિક સુરક્ષિત જગ્યા ઉપર લઈ જવામાં આવ્યા હતા. ફાયર વિભગને જાણ કરતા ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. ખૂબ મહેનત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. પણ આગ કેમ લાગી હતી તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયુ નથી.
રબર વેસ્ટમાં આગના લીધે આસપાસના ઉભેલા લોકોની આંખ બળી રહી હતી. જ્યારે શ્વાસ પણ લેવામાં તકલીફ લોકોને પડી રહી હતી. તેવામાં પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચીને આગ કેમ લાગી તેની તપાસ કરી રહી છે.




