Get News Alerts

Never miss breaking news updates.

વડોદરાના આજવા રોડ પર લગ્ન પ્રસંગમાં ઝઘડો થતા ઘણા લોકો ઈજાગ્રસ્ત

વડોદરાના આજવા રોડ ઉપર કાલે લગ્ન પ્રસંગ દરમિયાન અચનાક નાની વાત ઉપર બે પક્ષો સામ સામે આવી જતા હતા. અને એકબીજા ઉપર તલવાર વડે હુમલો કરવા લાગ્યા હતા. આ ઘટનાથી આસપાસના વિસ્તારોમાં ડરનો માહોલ જોવા મળી હતો. ત્યારે પોલીસને જાણ કરતા પોલીસને તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને મામલો શાંત પાડ્યો હતો. અને જે આના પાછળ જવાબદાર હશે તેની સામુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેવી બાહેધારી પોલીસે આપી હતી.
Admin
AdminUpdated on: 07 Apr 2026 04:33 PM IST
વડોદરાના આજવા રોડ પર લગ્ન પ્રસંગમાં ઝઘડો થતા ઘણા લોકો ઈજાગ્રસ્તવડોદરાના આજવા રોડ પર લગ્ન પ્રસંગમાં ઝઘડો થતા ઘણા લોકો ઈજાગ્રસ્ત

AI Image

વડોદરા: વડોદરાના આજવા રોડ ખાતે કાલે રાત્રે લગ્ન પ્રસંગ દરમિયાન મારામારીનો બનાવ સામે આવ્યો હતો. લગ્ન પ્રસંગમાં ખાલી પાણી ઢોળતા મામલો બચકાયો હતો. જેના કારણે  બંને પક્ષો સામે સામે આવી ગયા હતા. તેમાંથી કેટલાક લોકો ઈજા પહોંચી હતી. આ ઘટના બનતા આસપાસ વિસ્તારોમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો. જેથી પોલીસને તાત્કાલિક ઘટના  સ્થળ પર બોલાવી પડી હતી. પોલીસ પહોંચતા મામલો શાંત પાડી  આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

વડોદરાના  આજવા રોડ ખાતે એકતાનગર વિસ્તારમાં લગ્ન પ્રસંગે ચાલી રહ્યો હતો. ત્યારે અચાનક સામાન્ય બાબત ઉપર બે પક્ષો દ્વારા મારામારી બનાવો સામે આવ્યો હતો. લગ્ન પ્રસંગ દરમિયાન રોડ ઉપર પાણી ઢોળાતા જેવી નાની બાબત પર બે જૂથો સામ સામે આવી ગયા હતા. તે તકરાર એટલી મોટી થઈ ગઈ હતી. કે કેટલાક શખ્શો તો સામ સામે તલવાર લાઈને એક બીજા ઉપર હુમલો કરવા લાગ્યા હતા. આ ઘટનાનું મોટી સર્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો.

લગ્ન પ્રસંગે  બે પક્ષો સામે સામે આવી ગયા હતા તેમાંથી કેટલા લોકોને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. જેના કારણે ઈજા પામેલા લોકોને તાત્કાલિક નજીકના હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જેના કારણે વિસ્તારમાં તણવાનો માહોલ જોવા મળ્યો હતો. મામલો વધુ બગડા ત્યાના સ્થાનિક લોકોએ પોલીસને ફોન કરવામાં આવ્યો હતો. પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઘટના પાછળ જે પણ જવાબદાર હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે પોલીસ દ્વારા આસવાસન આપવામાં આવ્યુ હતુ.

AUTHOR
Admin

Admin

Author details are not available.