Get News Alerts

Never miss breaking news updates.

માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલનું નિધન

વડોદરા જિલ્લાના માંજલપુરના ધારાસભ્ય અને ભાજપના સિનિયર નેતા તથા પૂર્વ મંત્રી યોગેશભાઈ પટેલના નિધનના સમાચાર સામે આવતા રાજકીય જગતમાં ભારે શોકની લહેર ફેલાઈ ગઈ છે. તેમના લાંબા રાજકીય જીવન અને જનસેવા માટેની ઓળખને કારણે અનેક કાર્યકરો અને સમર્થકોમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 02 Jun 2026 03:35 PM IST
માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલનું નિધનમાંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલનું નિધન

વડોદરા વડોદરા : ભાજપના સિનિયર નેતા અને પૂર્વ મંત્રી તેમજ માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના નિધન થયુ છે.

માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય અને ભાજપના સિનિયર નેતા યોગેશ પટેલનું અવસાન થયું છે. પ્રાપ્ત માહિતી મુજબ તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જ્યાં હાર્ટ એટેક આવતા તેમનું નિધન થયું હોવાનું જાણવા મળ્યું છે.

યોગેશ પટેલ લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા રહીને માંજલપુર વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. તેમના નિધનના સમાચારથી ભાજપ સંગઠન, કાર્યકરો અને સમર્થકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

યોગેશ પટેલ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા રહીને સંગઠન અને સરકાર બંને સ્તરે મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવતા આવ્યા હતા. તેઓ પોતાના વિસ્તારના વિકાસકાર્યો અને જનસેવા માટે ખાસ ઓળખ ધરાવતા હતા.

અનેક રાજકીય નેતાઓ અને કાર્યકરોએ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પી છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકસભર માહોલ જોવા મળી રહ્યો છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.