અમદાવાદ પોલીસમાં મોટો ફેરબદલ: કમિશનર જી.એસ. મલિકે એકઝાટકે 67 PIની બદલી કરી



અમદાવાદ પોલીસમાં મોટો ફેરબદલ: કમિશનર જી.એસ. મલિકે એકઝાટકે 67 PIની બદલી કરી



અમદાવાદ: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થાય તે પૂર્વે જ પોલીસ વિભાગમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે એક મહત્વના આદેશમાં શહેરના 13 પોલીસ ઈન્સ્પેક્ટરો (PI) ની આંતરિક બદલી કરી દીધી છે. આ સાથે જ, અન્ય જિલ્લાઓમાંથી બદલી થઈને અમદાવાદ આવેલા 50 જેટલા PI ને પણ વિવિધ ખાલી જગ્યાઓ પર પોસ્ટિંગ આપી દેવામાં આવ્યું છે.
કમિશનરના આ આકરા નિર્ણયથી પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે. અત્યાર સુધી પોલીસ સ્ટેશનોમાં પોતાની મનગમતી જગ્યાએ પોસ્ટિંગ મેળવવા માટે વગદારો દ્વારા જે 'ગોઠવણો' કરવામાં આવતી હતી, તેના પર કમિશનરે એકઝાટકે બ્રેક લગાવી દીધી છે. આ બદલીઓ પાછળનો હેતુ વહીવટી પારદર્શિતા લાવવાનો હોવાનું મનાઈ રહ્યું છે. વર્તણૂક અને ટ્રેક રેકોર્ડના આધારે પોસ્ટિંગ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હવે અમદાવાદમાં બહારથી આવેલા પોલીસ અધિકારીઓને પોસ્ટિંગ આપતા પહેલા તેમનો ભૂતકાળ, તેમની કામગીરીની પદ્ધતિ અને તેમની વર્તણૂકની ગંભીરતાથી નોંધ લેવામાં આવશે. ક્લીન ઈમેજ ધરાવતા અને કાર્યક્ષમ અધિકારીઓને જ મહત્વના પોલીસ સ્ટેશનોની જવાબદારી સોંપવામાં આવશે તેવા સંકેતો મળી રહ્યા છે.




