Get News Alerts

Never miss breaking news updates.

દ્વારકા દરિયામાં મોટી રેડ: 55 માછીમારી બોટ કબ્જે

દ્વારકામાં ઓખામઢી નજીક એસઓજી પોલીસે મોટી કાર્યવાહી દ્વારા ગેરકાયદેસર ચાલતા લાઈન ફિશિંગમાં 55 માછીમારોની બોટ ઝડપી પાડી હતી. જે ઓખામઢીથી 8 નોટિકલ માઈલ દૂર દરિયામાં ચાલતા આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે માછીમારોને કહેવામાં આવ્યુ છે કે નિયમોનું પાલન કરે.
Admin
AdminUpdated on: 13 Apr 2026 12:43 PM IST
દ્વારકા દરિયામાં મોટી રેડ: 55 માછીમારી બોટ કબ્જેદ્વારકા દરિયામાં મોટી રેડ: 55 માછીમારી બોટ કબ્જે

દ્વારકા: ઓખામઢી નજીક દરિયામાં SOG પોલીસે મોટી કાર્યવાહી કરીને ગેરકાયદેસર ‘લાઇન ફિશિંગ’ કરતી કુલ 55 માછીમારી બોટોને ઝડપી પાડી હતી. ઓખામઢીથી અંદાજે 8 નોટિકલ માઈલ દૂર દરિયામાં ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે પોલીસે લાલ આંખ કરી કડક કાર્યવાહી હાથ ધરી છે.

તપાસ દરમિયાન સામે આવ્યું કે વધુ માછલીઓ પકડવાની લાલચે બોટ માલિકોના કહેવાથી ટંડેલો દ્વારા લાઇન ફિશિંગ કરવામાં આવતી હતી, જે સમુદ્રી નિયમોના ઉલ્લંઘન સમાન છે. આ પ્રકારની પદ્ધતિથી સમુદ્રી સંપત્તિને નુકસાન થતું હોવાનું પણ અધિકારીઓએ જણાવ્યું.

પોલીસે ફિશરીઝ એક્ટ 2025ના નિયમ 43 મુજબ તમામ બોટો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ માછીમારોને નિયમોનું પાલન કરવા ચેતવણી આપવામાં આવી છે.

આ કાર્યવાહી બાદ દરિયાઈ પટ્ટી પર ગેરકાયદેસર માછીમારી કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે અને આવનારા સમયમાં આવી જ વધુ કડક કામગીરી ચાલુ રહેશે તેવી સંકેત પણ આપવામાં આવ્યા છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.