Get News Alerts

Never miss breaking news updates.

અમરેલી બિનાકા ચોકમાં લુખ્ખાગીરી બેકાબૂ: પાનની શોપ આગળ યુવક પર છરીથી હુમલો

બિનાકા ચોક ખાતે આવેલી ડીલક્ષ પાનની શોપ આગળ સિરાજ કુરેશી નામનો યુવક ઉભો હતો. આ દરમિયાન બાઇક દુકાનની આગળ ભટકાવા અને બાઇક ધીમું ચલાવવા બાબતે બોલાચાલી શરૂ થઈ હતી. બોલાચાલી થોડા જ સમયમાં ઉગ્ર બની જતા ત્રણ શખ્સોએ છરી કાઢી સિરાજ પર હુમલો કર્યો હતો.
Rahul Desai
Rahul DesaiUpdated on: 20 Apr 2026 11:50 AM IST
અમરેલી બિનાકા ચોકમાં લુખ્ખાગીરી બેકાબૂ: પાનની શોપ આગળ યુવક પર છરીથી હુમલોઅમરેલી બિનાકા ચોકમાં લુખ્ખાગીરી બેકાબૂ: પાનની શોપ આગળ યુવક પર છરીથી હુમલો

અમરેલી: અમરેલીના બિનાકા ચોકમાં લુખ્ખા તત્વોનો આતંક, પાનની દુકાન આગળ યુવક પર છરીથી હુમલો અમરેલી શહેરના વ્યસ્ત બિનાકા ચોક વિસ્તારમાં સાંજે ફિલ્મી અંદાજમાં હુમલાની ઘટના સામે આવી છે. પાનની દુકાન આગળ ઉભેલા યુવક પર ત્રણ અસામાજિક તત્વોએ છરી વડે હિચકારો હુમલો કરતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, બિનાકા ચોક ખાતે આવેલી ડીલક્ષ પાનની શોપ આગળ સિરાજ કુરેશી નામનો યુવક ઉભો હતો. આ દરમિયાન બાઇક દુકાનની આગળ ભટકાવા અને બાઇક ધીમું ચલાવવા બાબતે બોલાચાલી શરૂ થઈ હતી. બોલાચાલી થોડા જ સમયમાં ઉગ્ર બની જતા ત્રણ શખ્સોએ છરી કાઢી સિરાજ પર હુમલો કર્યો હતો.

હુમલાખોરો ત્રણેય સગા ભાઈઓ હોવાનું સામે આવ્યું છે. જેમાં દાદલી રફીક સૈયદ સહિતના ત્રણેય શખ્સોએ મળીને હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે આરોપીઓ યુવકને ઘેરીને તેના પર છરી વડે હુમલો કરી રહ્યા છે.

હુમલા દરમિયાન સિરાજ કુરેશીને ખાસ કરીને જમણા પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવ બાદ આસપાસના લોકો દોડી આવ્યા અને ઇજાગ્રસ્તને તરત જ અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

આ બનાવને લઈને પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે. શહેરના મધ્ય વિસ્તારમાં બનેલી આ ઘટનાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.