Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટના જાગનાથ પ્લોટમાં અકસ્માતોના સિલસિલાથી સ્થાનિકો ચિંતિત

રાજકોટના જાગનાથ પ્લોટ વિસ્તારમાં અકસ્માતોની ઘટનાઓનો સિલસિલો સતત વધી રહ્યો છે. સ્પીડ બ્રેકર ન હોવાને કારણે અવારનવાર અકસ્માતો બનતા સ્થાનિકોમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 19 May 2026 01:50 PM IST
રાજકોટના જાગનાથ પ્લોટમાં અકસ્માતોના સિલસિલાથી સ્થાનિકો ચિંતિતરાજકોટના જાગનાથ પ્લોટમાં અકસ્માતોના સિલસિલાથી સ્થાનિકો ચિંતિત

રાજકોટ રાજકોટમાં અકસ્માતોની ઘટનાઓનો સિલસિલો સતત વધી રહ્યો છે. શહેરના જાગનાથ પ્લોટ વિસ્તારમાં વારંવાર અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે.

ગઈકાલે રાત્રે જાગનાથ પ્લોટ 4/5 ના ખૂણા પાસે બાઈક અકસ્માતનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, વિસ્તારમાં સ્પીડ બ્રેકર ન હોવાથી અવારનવાર અકસ્માતો બની રહ્યા છે. આ અંગે મહાનગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ પહેલાં પણ આ વિસ્તારમાં કાર ચાલકે બાઈક ચાલકને ટક્કર મારી હોવાની ઘટના બની હતી. આડી અને ઊભી શેરીઓમાંથી અચાનક વાહનો આવતાં હોવાથી અકસ્માતોની સંખ્યા વધી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.