Get News Alerts

Never miss breaking news updates.

નડિયાદ-અમદાવાદ એક્સપ્રેસ વે પર ફિલ્મી ચેઝ બાદ દારૂ ભરેલું વાહન ઝડપાયું

ચુડા ક્રાઈમ બ્રાન્ચની ટીમે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ અશોક લેલેન્ડ વાહન દેખાતા પોલીસે તેનો પીછો શરૂ કર્યો હતો. અંતે શેઢી નદીના પુલ પાસે વાહનને આંતરી લેવામાં આવ્યું હતું.
Rahul Desai
Rahul DesaiUpdated on: 10 May 2026 03:16 PM IST
નડિયાદ-અમદાવાદ એક્સપ્રેસ વે પર ફિલ્મી ચેઝ બાદ દારૂ ભરેલું વાહન ઝડપાયુંનડિયાદ-અમદાવાદ એક્સપ્રેસ વે પર ફિલ્મી ચેઝ બાદ દારૂ ભરેલું વાહન ઝડપાયું

ખેડા: નડિયાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ખેડા એલસીબી પોલીસે વિદેશી દારૂની હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે. તડબૂચની આડમાં દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે ફિલ્મી અંદાજમાં પીછો કરીને અશોક લેલેન્ડ વાહન ઝડપી પાડ્યું હતું.

માહિતી મુજબ, ચુડા ક્રાઈમ બ્રાન્ચની ટીમે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ અશોક લેલેન્ડ વાહન દેખાતા પોલીસે તેનો પીછો શરૂ કર્યો હતો. અંતે શેઢી નદીના પુલ પાસે વાહનને આંતરી લેવામાં આવ્યું હતું.

પોલીસે વાહનની તપાસ કરતાં તડબૂચ નીચે છુપાવેલી 101 પેટીઓ મળી આવી હતી. જેમાંથી કુલ 3,684 વિદેશી દારૂની બોટલો અને ક્વાર્ટર મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો, વાહન સહિત કુલ રૂ.11.18 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લીધો છે.

આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. જ્યારે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસ હવે દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પણ તપાસ કરી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.