વાસણામાં મોડી રાત્રે હત્યા: બહેનની સામે યુવકની હત્યા, આરોપી ફરાર



વાસણામાં મોડી રાત્રે હત્યા: બહેનની સામે યુવકની હત્યા, આરોપી ફરાર



અમદાવાદ શહેરમાં મોડી રાત્રે બનેલી હત્યાની ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. શહેરના વાસણા વિસ્તારમાં 25 વર્ષીય યુવકની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરવામાં આવતા સ્થાનિકોમાં ભય અને અશાંતિનો માહોલ સર્જાયો છે.
અમદાવાદમાં કાલે મોડી રાત્રે વાસાણમાં 25 વર્ષના હિતેશ એક યુવકની હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા શખ્શોએ ઘરની બહાર ખુલ્લામાં સુતા યુવકની બહેન સામે હત્યા કરવામાં આવી હતી.
યુવકની બહેન જાગી ગઈ હતી. તેણે ઘટના જોઈ તાત્કાલિક બૂમાબૂમ શરૂ કરી હતી. બહેનના ચીસોના કારણે આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે, લોકો ભેગા થાય તે પહેલાં જ હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ વાતની જાણ પોલીસ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને સમગ્ર ઘટનાની કાર્યવાહી હાથ ધરી હતી.
અમદાવાદમાં કાલે મોડી રાતે હિતેશ નામના યુવકજે ઘરની બહાર ખુલ્લામાં સુતો હતો ત્યારે અજાણ્યા શખ્સે ત્યા આવી જતા તીક્ષ્ણ હથિયારથી હિતેષની હત્યા કરી હતી. ત્યારે તેની પાસેના પલગમાં તેની બહેન સુતી હતી. અવાજ આવતા તેની બહેન જાગી ગઈ હતી. તેને બૂમાબૂમ કરતા અજાણ્યો શખ્સ ત્યાથી ભાગી ગયો હતો.અને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.
બહેને પોલીસને જણાવ્યુ હતુ કે રાત્રેના સમયે હિતેશને માર માર મારવામાં આવ્યો હતો. ત્યારે તેના અવાજથી હુ બાજુમાં જ સુતી હતી તેથી હુ જાગી ગઈ હતી. ત્યારે અજાણ્યો શખ્સ મારા ભાઈ ઉપર તીક્ષ્ણ હત્યાર વડે હુમલો કરી રહ્યો હતો. મે બૂમાબૂમ કરતા પરિવારના સભ્યો અને આસપાના લોકો જાગી જતા હથિયારો ત્યાંથી ભાગી ગયો હતો.
યુવક લોહીલુહાણ થતા તેનું ઘટના સ્થળ પર જ મોત થયુ હતું. આ વાતની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી. અને આ સમગ્ર ઘટનાની માહિતી મેળવી કાયદેસરનરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ યુવકની હત્યા થતા ત્યાના આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.




