Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદના દરીયાપુરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો, 593 બોટલ સાથે એક આરોપીની ધરપકડ

દરીયાપુર વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાતા પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. દરીયાપુર પોલીસે ગોલવાડ પટેલ દુગ્ધાલય પાસે દરોડા પાડી હેત ઉર્ફે ભોલુ પ્રવિણભાઈ પંચાલ નામના આરોપીની ધરપકડ કરી હતી. આરોપી દરીયાપુરની નાની હવેલી પોળ વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 18 May 2026 04:22 PM IST
અમદાવાદના દરીયાપુરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો, 593 બોટલ સાથે એક આરોપીની ધરપકડઅમદાવાદના દરીયાપુરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો, 593 બોટલ સાથે એક આરોપીની ધરપકડ

અમદાવાદ અમદાવાદના દરીયાપુર વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાતા પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. દરીયાપુર પોલીસે ગોલવાડ પટેલ દુગ્ધાલય પાસે દરોડા પાડી હેત ઉર્ફે ભોલુ પ્રવિણભાઈ પંચાલ નામના આરોપીની ધરપકડ કરી હતી. આરોપી દરીયાપુરની નાની હવેલી પોળ વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

પોલીસ તપાસ દરમિયાન દરીયાપુર લુણસાવાડ વિસ્તારમાં આવેલા મકાનમાંથી 593 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ. 2.63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં એક્ટિવા, રોકડ રકમ અને મોબાઇલ ફોનનો પણ સમાવેશ થાય છે. સ્થળ પરથી લાઇટ બિલ સહિતના પુરાવાઓ પણ કબ્જે લેવામાં આવ્યા છે.

આ કેસમાં રાજ ઉર્ફે નાનો રાજા, અનીશ રાજપૂત અને કાર્તિક ઉર્ફે કરણ લોધાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. દરીયાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.