Get News Alerts

Never miss breaking news updates.

ગેસ બુકિંગના બહાને છેતરપિંડી, કેવલ તેજાણી પોલીસે કરી ધરપકડ

સોશિયલ મીડિયાની રીલ્સ અને જાહેરાતો જોઈને ગ્રાહકો સુધી પહોંચતો અને પોતે ગેસ સપ્લાય સાથે જોડાયેલો હોવાનો ભરોસો આપતો. ગેસની અછતને કારણે સંચાલકો પહેલેથી જ પરેશાન હતા, જેને ધ્યાનમાં રાખીને તે મોંઘા ભાવે સિલિન્ડર ઉપલબ્ધ કરાવવાની લાલચ આપતો અને એડવાન્સ રૂપે રકમ વસૂલ કરતો. પરંતુ પૈસા મળ્યા બાદ આરોપી સંપર્ક તોડી નાખતો.
Rahul Desai
Rahul DesaiUpdated on: 24 Apr 2026 12:41 PM IST
ગેસ બુકિંગના બહાને છેતરપિંડી, કેવલ તેજાણી પોલીસે કરી ધરપકડગેસ બુકિંગના બહાને છેતરપિંડી, કેવલ તેજાણી પોલીસે કરી ધરપકડ

સુરતમાં LPG ગેસની અછત વચ્ચે લોકોની મજબૂરીનો ગેરલાભ ઉઠાવતો એક ભેજાબાજ આખરે પોલીસના હાથે ઝડપાયો છે. સરથાણા પોલીસ દ્વારા કેવલ તેજાણી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જે ગેસ સિલિન્ડર બુકિંગ કરી આપવાના બહાને હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોને નિશાન બનાવતો હતો.

પોલીસ તપાસ મુજબ, આરોપી સોશિયલ મીડિયાની રીલ્સ અને જાહેરાતો જોઈને ગ્રાહકો સુધી પહોંચતો અને પોતે ગેસ સપ્લાય સાથે જોડાયેલો હોવાનો ભરોસો આપતો. ગેસની અછતને કારણે સંચાલકો પહેલેથી જ પરેશાન હતા, જેને ધ્યાનમાં રાખીને તે મોંઘા ભાવે સિલિન્ડર ઉપલબ્ધ કરાવવાની લાલચ આપતો અને એડવાન્સ રૂપે રકમ વસૂલ કરતો. પરંતુ પૈસા મળ્યા બાદ આરોપી સંપર્ક તોડી નાખતો.

આ બનાવને કારણે અનેક હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકો આર્થિક નુકસાન ભોગવવું પડ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી ગેસના વધતા ભાવ અને અછતને કારણે સંચાલકો મોંઘા ભાવે સિલિન્ડર ખરીદવા મજબૂર બન્યા હતા, જેના કારણે આવા ઠગોને તક મળી રહી હતી.

સરથાણા પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે આવા કોઈ પણ શંકાસ્પદ ઓફરથી સાવચેત રહે અને માત્ર અધિકૃત સ્ત્રોતો મારફતે જ ગેસ બુકિંગ કરે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.