Get News Alerts

Never miss breaking news updates.

જૂનાગઢમાં સિંહબાળની હત્યા કરનારા વ્યક્તિની ધરપકડ, વન વિભાગને મોટી સફળતા

Junagadh News: જૂનાગઢમાં સિંહબાળની હત્યાના કેસમાં વન વિભાગને મોટી સફળતા મળી છે. બે દિવસ પહેલાં વાણંદ સોસાયટીના રબારી નેસ નજીકથી એક સિંહબાળનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. આ ઘટનામાં હત્યા કરીને ફરાર થયેલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
Admin
AdminUpdated on: 27 Jun 2026 03:45 PM IST
જૂનાગઢમાં સિંહબાળની હત્યા કરનારા વ્યક્તિની ધરપકડ, વન વિભાગને મોટી સફળતાજૂનાગઢમાં સિંહબાળની હત્યા કરનારા વ્યક્તિની ધરપકડ, વન વિભાગને મોટી સફળતા

Junagadh News: જૂનાગઢમાં સિંહબાળની હત્યાના કેસમાં વન વિભાગને મોટી સફળતા મળી છે. બે દિવસ પહેલાં વાણંદ સોસાયટીના રબારી નેસ નજીકથી એક સિંહબાળનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. આ ઘટનામાં હત્યા કરીને ફરાર થયેલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 

પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત કરી છે. એટલું જ નહીં, આરોપીની માનસિકતા અત્યંત વિકૃત અને ક્રૂર હોવાનું પણ સામે આવ્યું છે. આજે આરોપીને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને વન વિભાગે ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું પુનઃનિર્માણ પણ કરાવ્યું છે.

બે દિવસ પહેલાં જૂનાગઢ શહેરના વાણંદ સોસાયટી ખાતે આવેલા રબારી નેસ નજીકથી એક સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. વન વિભાગે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને પ્રાથમિક તપાસમાં સિંહબાળની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી.

આ ઘટનાના અનુસંધાને વન વિભાગની અલગ-અલગ ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ટેક્નિકલ તેમજ માનવીય સૂત્રોના આધારે તપાસ આગળ વધારતા પોરબંદર જિલ્લાના કુતિયાણા નજીકથી બાવન ચાવડા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ વન વિભાગે તેની સઘન પૂછપરછ શરૂ કરી હતી.

પૂછપરછ દરમિયાન આરોપી બાવન ચાવડાએ સિંહબાળની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી હતી. આરોપીની માનસિકતા અત્યંત વિકૃત અને ક્રૂર હોવાનું બહાર આવ્યું છે. તેણે ભૂતકાળમાં અનેક શ્વાનો તેમજ સાપોને પણ મારી નાંખ્યાની કબૂલાત કરી હોવાનું વન વિભાગે જણાવ્યું છે. આ હકીકતો તેના વન્યજીવો અને અન્ય પ્રાણીઓ પ્રત્યેના સતત હિંસક અને અસંવેદનશીલ વલણ તરફ ઈશારો કરે છે.

આજે આરોપી બાવન ચાવડાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને બે દિવસના રિમાન્ડ પર મોકલવાનો હુકમ કર્યો હતો. ત્યારબાદ વન વિભાગે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આરોપીએ ઘટનાક્રમનું પુનઃનિર્માણ કર્યું હતું અને તેની કબૂલાત ઘટનાસ્થળેથી મળેલા પુરાવા સાથે સુસંગત હોવાનું પણ સામે આવ્યું છે. હાલ વન વિભાગ આરોપીની વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહ્યું છે. આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તેમજ હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું તે સહિતના તમામ મુદ્દાઓની તપાસ ચાલુ છે.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.