હોલિવૂડ અભિનેતા ટાયરીસ ગિબ્સન વનતારાની મુલાકાતે, શિવજીનો દુગ્ધાભિષેક કર્યો



હોલિવૂડ અભિનેતા ટાયરીસ ગિબ્સન વનતારાની મુલાકાતે, શિવજીનો દુગ્ધાભિષેક કર્યો



Jamnagar News: 'Fast & Furious' ફિલ્મ સિરિઝના જાણીતા હોલીવુડ અભિનેતા ટાયરીસ ગિબ્સન તાજેતરમાં વનતારાના મહેમાન બન્યા હતા. પશ્ચિમી સંસ્કૃતિના આ વૈશ્વિક સ્ટારનો ભારતીય આધ્યાત્મિકતા પ્રત્યેનો લગાવ જોવા મળતા સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
વનતારાની મુલાકાત દરમિયાન ટાયરીસ ગિબ્સને શિવાલયમાં પહોંચી ભગવાન શિવનો દુગ્ધાભિષેક કર્યો હતો. એટલું જ નહીં, તેમણે ભક્તિભાવપૂર્વક ભગવાન ગણેશજીની આરતી ઉતારી આશીર્વાદ પણ મેળવ્યા હતા. હોલીવુડના આ સુપરસ્ટારનું આધ્યાત્મિક સ્વરૂપ જોવા મળતા ઉપસ્થિત લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.
ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રત્યે ટાયરીસ ગિબ્સને દર્શાવેલા આદરની સોશિયલ મીડિયામાં પણ ભારે ચર્ચા થઈ રહી છે. તેમના દુગ્ધાભિષેક અને આરતીના દૃશ્યો વાયરલ થતાં ચાહકો તેમની સાદગી અને ભક્તિભાવના વખાણ કરી રહ્યા છે.
વનતારામાં વિદેશી મહેમાનના આ અનોખા ભક્તિમય અંદાજે સૌનું ધ્યાન ખેંચ્યું છે. "હોલીવુડનો સ્વેગ અને ભારતીય સંસ્કૃતિનો રંગ"નું અનોખું મિલન જોવા મળતા આ મુલાકાત ચર્ચાનો વિષય બની છે.




