જામનગરના સાંસદ પૂનમબેનની માતાનું નિધન, માડમ પરિવારમાં શોક

જામનગરના સાંસદ પૂનમબેનની માતાનું નિધન, માડમ પરિવારમાં શોક

Jamnagar News: જામનગરના સાંસદ પૂનમબેન માડમના માતૃશ્રી દીનાબેન હેમંતભાઈ માડમનું 78 વર્ષની વયે દુઃખદ નિધન થતાં માડમ પરિવાર સહિત સમગ્ર ભાજપ પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આજે તેમના નિવાસસ્થાનેથી નીકળેલી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં સ્વજનો, શુભેચ્છકો અને રાજકીય આગેવાનો જોડાયા હતા. અંતિમવિધિ દરમિયાન ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
દીનાબેન હેમતભાઈ માડમે આજે અંતિમ શ્વાસ લીધા બાદ સમગ્ર પરિવાર શોકમગ્ન બન્યો હતો. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવતા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. નિવાસસ્થાનેથી નીકળેલી અંતિમયાત્રામાં રાજ્યના પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા, વિક્રમભાઈ માડમ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ધનરાજ નથવાણી સહિત અનેક સામાજિક, રાજકીય અને વ્યાવસાયિક ક્ષેત્રના મહાનુભાવો પણ અંતિમયાત્રામાં જોડાયા હતા. સ્મશાનભૂમિ ખાતે ધાર્મિક વિધિ સાથે દીનાબેનના પાર્થિવ દેહને અગ્નિદાહ અપાતા તેઓ પંચમહાભૂતમાં વિલીન થયા હતા.
દીનાબેનના અવસાનથી માડમ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. જ્યારે ભાજપના કાર્યકરો અને શુભેચ્છકોમાં પણ શોકની લાગણી વ્યાપી છે. સૌએ દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના વ્યક્ત કરી હતી. જામનગરના સાંસદ પૂનમબેન માડમના માતૃશ્રી દીનાબેન હેમતભાઈ માડમનું 78 વર્ષની વયે દુઃખદ નિધન થતાં માડમ પરિવાર સહિત સમગ્ર ભાજપ પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આજે તેમના નિવાસસ્થાનેથી નીકળેલી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં સ્વજનો, શુભેચ્છકો અને રાજકીય આગેવાનો જોડાયા હતા. અંતિમવિધિ દરમિયાન ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
દીનાબેન હેમતભાઈ માડમે આજે અંતિમ શ્વાસ લીધા બાદ સમગ્ર પરિવાર શોકમગ્ન બન્યો હતો. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવતા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. નિવાસસ્થાનેથી નીકળેલી અંતિમયાત્રામાં રાજ્યના પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા, વિક્રમભાઈ માડમ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ધનરાજ નથવાણી સહિત અનેક સામાજિક, રાજકીય અને વ્યાવસાયિક ક્ષેત્રના મહાનુભાવો પણ અંતિમયાત્રામાં જોડાયા હતા. સ્મશાનભૂમિ ખાતે ધાર્મિક વિધિ સાથે દીનાબેનના પાર્થિવ દેહને અગ્નિદાહ અપાતા તેઓ પંચમહાભૂતમાં વિલીન થયા હતા.
દીનાબેનના અવસાનથી માડમ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, જ્યારે ભાજપના કાર્યકરો અને શુભેચ્છકોમાં પણ શોકની લાગણી વ્યાપી છે. સૌએ દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના વ્યક્ત કરી હતી.