Get News Alerts

Never miss breaking news updates.

રાજ્યભરમાં ઝોલાછાપ ડોક્ટરો સામે કડક કાર્યવાહી યથાવત રહેશેઃ પ્રફુલ પાનસેરિયા

Jamnagar News: જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની ઉપસ્થિતિમાં "નમો મૈત્રી ગોષ્ઠી" અંતર્ગત વિશેષ પરિસંવાદ યોજાયો હતો. મંત્રીએ મેડિકલ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરી સફળતા માટે શિક્ષણની સાથે આધ્યાત્મિક જ્ઞાન અને સંસ્કારનું મહત્વ સમજાવ્યું હતું. આ સાથે જ ઝોલાછાપ ડોક્ટરો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાનો સંદેશ પણ આપ્યો હતો.
Admin
AdminUpdated on: 23 Jun 2026 08:35 PM IST
રાજ્યભરમાં ઝોલાછાપ ડોક્ટરો સામે કડક કાર્યવાહી યથાવત રહેશેઃ પ્રફુલ પાનસેરિયારાજ્યભરમાં ઝોલાછાપ ડોક્ટરો સામે કડક કાર્યવાહી યથાવત રહેશેઃ પ્રફુલ પાનસેરિયા

Jamnagar News: જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની ઉપસ્થિતિમાં "નમો મૈત્રી ગોષ્ઠી" અંતર્ગત વિશેષ પરિસંવાદ યોજાયો હતો. મંત્રીએ મેડિકલ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરી સફળતા માટે શિક્ષણની સાથે આધ્યાત્મિક જ્ઞાન અને સંસ્કારનું મહત્વ સમજાવ્યું હતું. આ સાથે જ ઝોલાછાપ ડોક્ટરો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાનો સંદેશ પણ આપ્યો હતો.

જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ ખાતે યોજાયેલી "નમો મૈત્રી ગોષ્ઠી"માં આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે, મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ દરમિયાન ભારે તણાવ અને પડકારોનો સામનો કરવો પડે છે. આવા સમયે આધ્યાત્મિક જ્ઞાન અને જીવન મૂલ્યો વ્યક્તિને સફળતા તરફ દોરી જાય છે.

આ પ્રસંગે મંત્રીએ વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભગવદ્ ગીતા ભેટ આપી હતી અને કહ્યું હતું કે, ડોક્ટર માત્ર ડિગ્રીથી નહીં પરંતુ સેવા, સંસ્કાર અને માનવતાથી મહાન બને છે. વિદ્યાર્થીઓ સાથેના સંવાદ દરમિયાન તેમણે આરોગ્ય ક્ષેત્રની જવાબદારીઓ, કારકિર્દી અને સમાજસેવાના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, લોકોના જીવન સાથે ચેડાં કરનારા ઝોલાછાપ ડોક્ટરો સામે રાજ્યભરમાં કડક કાર્યવાહી યથાવત રહેશે અને કોઈને પણ બક્ષવામાં નહીં આવે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.