Get News Alerts

Never miss breaking news updates.

જામનગર જિલ્લામાં મેગા કોસ્ટલ પેટ્રોલિંગ ઓપરેશન, મરીન કમાન્ડોનું સઘન ચેકિંગ

Jamnagar News: રાષ્ટ્રીય સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા જામનગર જિલ્લાના દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ અને મરીન કમાન્ડો દ્વારા મેગા કોસ્ટલ પેટ્રોલિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. દરિયાઈ માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, આતંકવાદી ઘૂસણખોરી તેમજ શંકાસ્પદ હિલચાલને રોકવાના હેતુથી વિવિધ કોસ્ટલ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.
Admin
AdminUpdated on: 05 Jul 2026 08:58 PM IST
જામનગર જિલ્લામાં મેગા કોસ્ટલ પેટ્રોલિંગ ઓપરેશન, મરીન કમાન્ડોનું સઘન ચેકિંગજામનગર જિલ્લામાં મેગા કોસ્ટલ પેટ્રોલિંગ ઓપરેશન, મરીન કમાન્ડોનું સઘન ચેકિંગ

Jamnagar News: રાષ્ટ્રીય સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા જામનગર જિલ્લાના દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ અને મરીન કમાન્ડો દ્વારા મેગા કોસ્ટલ પેટ્રોલિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. દરિયાઈ માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, આતંકવાદી ઘૂસણખોરી તેમજ શંકાસ્પદ હિલચાલને રોકવાના હેતુથી વિવિધ કોસ્ટલ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.

આ ઓપરેશન અંતર્ગત જામનગરના રોઝી બંદર, નવા અને જૂના બેડી બંદર તેમજ માધાપર ભૂંગા વિસ્તારમાં મરીન કમાન્ડોની અલગ-અલગ ટીમોએ ફૂટ પેટ્રોલિંગ કરીને સંવેદનશીલ વિસ્તારોની નજીકથી તપાસ હાથ ધરી હતી.

આ દરમિયાન ફિશ લેન્ડિંગ પોઇન્ટ, માછીમારી કેન્દ્રો, જેટીઓ, બંદરો તેમજ મહત્વના ઔદ્યોગિક વિસ્તારોમાં વિશેષ ચકાસણી કરવામાં આવી હતી. સુરક્ષા દળોએ શંકાસ્પદ બોટ, વ્યક્તિઓ અને અન્ય હિલચાલ પર ખાસ નજર રાખી હતી.

ઓપરેશન દરમિયાન મરીન કમાન્ડોએ સ્થાનિક માછીમારો સાથે સીધી મુલાકાત કરી હતી અને કોઈપણ શંકાસ્પદ બોટ, વ્યક્તિ અથવા પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસ અને સંબંધિત સુરક્ષા એજન્સીઓને જાણ કરવા અપીલ કરી હતી.

સુરક્ષા એજન્સીઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. દરિયાઈ સરહદોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 24 કલાક સતત સતર્ક નજર રાખવામાં આવી રહી છે અને આવનારા સમયમાં પણ આવા સઘન પેટ્રોલિંગ ઓપરેશનો યથાવત્ ચાલુ રહેશે.

AUTHOR
Admin

Admin

Author details are not available.