Get News Alerts

Never miss breaking news updates.

જામનગરમાં 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મનો મામલો, આરોપીની ધરપકડ

Jamnagar Crime News: જામનગર શહેરના સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરાયાની ગંભીર ઘટના પ્રકાશમાં આવતા ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Admin
AdminUpdated on: 03 Jun 2026 05:41 PM IST
જામનગરમાં 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મનો મામલો, આરોપીની ધરપકડજામનગરમાં 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મનો મામલો, આરોપીની ધરપકડ

Jamnagar Crime News: જામનગર શહેરના સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરાયાની ગંભીર ઘટના પ્રકાશમાં આવતા ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. બાદમાં સગીરા ગર્ભવતી બનતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં પરિવારજનો પોલીસ મથકે પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, સગીરા પર દુષ્કર્મ આચરનારા આરોપી તેના પાડોશમાં રહેતો 23 વર્ષીય શબ્બીર અબ્બાસ મહુર છે. ફરિયાદના આધારે પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

સગીરાની ઉંમર માત્ર 14 વર્ષ હોવાના કારણે પોલીસે પોક્સો (POCSO) સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.