જામનગરમાં આંગણવાડી બહેનોનું CDPOને આવેદન, જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માગ



જામનગરમાં આંગણવાડી બહેનોનું CDPOને આવેદન, જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માગ



Jamnagar News: જામનગરમાં આંગણવાડી કાર્યકર્તા બહેનોએ વિવિધ પ્રશ્નો અને માગણીઓને લઈને CDPOને આવેદનપત્ર પાઠવ્યું છે. છેલ્લા છ મહિનાથી પૌષ્ટિક આહાર માટેની એડવાન્સ રકમ ન મળતા મુશ્કેલીઓ ઉભી થઈ હોવાનું કાર્યકર્તાઓએ જણાવ્યું છે. આ સાથે જ વધતા કામના ભારમાંથી રાહત, સમયસર મહેનતાણું અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની પણ માંગ કરવામાં આવી છે.
જામનગરમાં આંગણવાડી કાર્યકર્તા બહેનોએ CDPO કચેરીએ આવેદનપત્ર આપી પોતાની વિવિધ માગણીઓ રજૂ કરી હતી. કાર્યકર્તાઓના જણાવ્યા મુજબ, બાળકોને આપવામાં આવતા પૌષ્ટિક નાસ્તા અને ભોજન માટે સરકાર તરફથી મળતી એડવાન્સ રકમ છેલ્લા છ મહિનાથી મળી નથી. જેના કારણે કામગીરીમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
કાર્યકર્તાઓએ વધુમાં જણાવ્યું હતું કે, આંગણવાડીઓમાં દિવસેને દિવસે જવાબદારીઓ અને કામનો ભાર વધી રહ્યો છે. તેથી વધારાના બોજમાંથી રાહત આપવામાં આવે અને કામગીરી માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે.
આ સાથે જ સમયસર મહેનતાણું ચૂકવવાની માગ પણ કરવામાં આવી છે. આંગણવાડી કાર્યકર્તા બહેનોએ તેમની રજૂઆતને ગંભીરતાથી લઈને તંત્ર યોગ્ય અને હકારાત્મક નિર્ણય કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.




