Get News Alerts

Never miss breaking news updates.

મહાપ્રભુજી બેઠક નજીકથી દારૂનો જથ્થો ઝડપાયો, દંપતી સહિત વેગેનાર કાર કબજે

જામનગર શહેરમાં સિટી 'એ' ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમે મહાપ્રભુજી બેઠક નજીક કાર્યવાહી કરીને વિદેશી દારૂના જથ્થા સાથે એક દંપતીને ઝડપી પાડ્યું છે. પોલીસની આ કાર્યવાહીમાં વેગેનાર કારમાંથી અંગ્રેજી દારૂની કુલ 108 બોટલો મળી આવતા પોલીસે દંપતીની અટકાયત કરી છે.
Admin
AdminUpdated on: 08 Jul 2026 02:33 PM IST
મહાપ્રભુજી બેઠક નજીકથી દારૂનો જથ્થો ઝડપાયો, દંપતી સહિત વેગેનાર કાર કબજેમહાપ્રભુજી બેઠક નજીકથી દારૂનો જથ્થો ઝડપાયો, દંપતી સહિત વેગેનાર કાર કબજે

જામનગર શહેરમાં સિટી 'એ' ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમે મહાપ્રભુજી બેઠક નજીક કાર્યવાહી કરીને વિદેશી દારૂના જથ્થા સાથે એક દંપતીને ઝડપી પાડ્યું છે. પોલીસની આ કાર્યવાહીમાં વેગેનાર કારમાંથી અંગ્રેજી દારૂની કુલ 108 બોટલો મળી આવતા પોલીસે દંપતીની અટકાયત કરી છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સર્વેલન્સ ટીમે મહાપ્રભુજી બેઠક નજીક વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન GJ-06-EQ-2315 નંબરની  વેગેનાર કારને રોકી તપાસ કરવામાં આવી હતી. કારની તલાશી લેતા તેના ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે કારમાંથી ₹56,400ની કિંમતનો દારૂ, ત્રણ મોબાઇલ ફોન અને ₹5 લાખની કિંમતની  વેગેનાર  કાર મળી કુલ ₹5.86 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે કારમાં સવાર દંપતીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલા આરોપીઓની ઓળખ વિનોદ નાનજીભાઈ દામા (ઉંમર 38 વર્ષ) અને પ્રિયાબેન વિનોદ દામા (ઉંમર 37 વર્ષ), બંને રહેવાસી દિગ્વિજય પ્લોટ, જામનગર તરીકે થઈ છે.

આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર વિપુલસિંહ ડોડિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. સર્વેલન્સ ટીમના વિજયભાઈ કાનાણી, યોગેન્દ્રસિંહ સોઢા અને રવિરાજસિંહ જાડેજાએ બાતમીના આધારે સફળ દરોડો પાડી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

હાલ પોલીસે આરોપીઓ પાસેથી મળેલા મુદ્દામાલ અંગે વધુ તપાસ શરૂ કરી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતની વિગતો મેળવવા માટે પૂછપરછ ચાલુ રાખવામાં આવી છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.