જામનગરના ગલા ગામમાં 108 ટીમે ખેતરમાં જ કરાવી સફળ પ્રસૂતિ, માતા અને નવજાતનો બચાવ્યો જીવ

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગલા ગામમાંથી માનવતાને સલામ કરાવતો હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે. અહીં 108 ઇમરજન્સી સેવાની ટીમે વિકટ પરિસ્થિતિમાં ખેતરમાં જ સફળ પ્રસૂતિ કરાવી માતા અને નવજાતનો જીવ બચાવ્યો હતો. આ સમગ્ર ઘટનાને પગલે 108 ટીમની સમયસૂચકતા, ફરજ પ્રત્યેની નિષ્ઠા અને સેવાભાવની સ્થાનિકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.
Growth Now News
Growth Now News
જામનગરના ગલા ગામમાં 108 ટીમે ખેતરમાં જ કરાવી સફળ પ્રસૂતિ, માતા અને નવજાતનો બચાવ્યો જીવજામનગરના ગલા ગામમાં 108 ટીમે ખેતરમાં જ કરાવી સફળ પ્રસૂતિ, માતા અને નવજાતનો બચાવ્યો જીવ

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગલા ગામમાંથી માનવતાને સલામ કરાવતો હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે. અહીં 108 ઇમરજન્સી સેવાની ટીમે વિકટ પરિસ્થિતિમાં ખેતરમાં જ સફળ પ્રસૂતિ કરાવી માતા અને નવજાતનો જીવ બચાવ્યો હતો. આ સમગ્ર ઘટનાને પગલે 108 ટીમની સમયસૂચકતા, ફરજ પ્રત્યેની નિષ્ઠા અને સેવાભાવની સ્થાનિકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, ગલા ગામના વાડી વિસ્તારમાં ખેતરમાં રહેતા રાધાબેન સુરેશભાઈ વાજેલીયા (ઉંમર 21)ને અચાનક પ્રસૂતિની પીડા ઉપડી હતી. ઘટનાની જાણ થતાં 108 ઇમરજન્સી સેવાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જોકે ખેતર સુધી એમ્બ્યુલન્સ પહોંચી શકે તેવી સ્થિતિ ન હોવાથી ટીમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ વિકટ પરિસ્થિતિમાં 108ની EMT સુરક્ષાબા ઝાલાએ સ્થળ પર જ પ્રસૂતિ કરાવી હતી. સમયસર સારવાર અને યોગ્ય તકેદારીના કારણે માતા અને નવજાત બંનેનો જીવ બચાવવામાં સફળતા મળી હતી.

પ્રસૂતિ બાદ માતા અને નવજાતને આશરે 800 મીટર સુધી ખાટલા પર લઈ જઈને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ત્યારબાદ 108ના પાઇલટ ધવલભાઈ કણઝારિયાએ બંનેને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

વિકટ પરિસ્થિતિમાં 108 ટીમે ફરજ, સમયસૂચકતા અને માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગલા ગામની આ ઘટના સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે અને લોકો 108 ટીમના સેવાભાવને સલામ કરી રહ્યા છે.