Get News Alerts

Never miss breaking news updates.

જામનગરમાં ફૂડ સેફ્ટીનો મેગા એક્શન: 75 કિલોથી વધુ વાસી ખોરાકનો નાશ, 71 ફરસાણ-ફાસ્ટફૂડ દુકાનોમાં તપાસ

જામનગર શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર ખાદ્ય વ્યવસાયકારો સામે મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે મેગા ડ્રાઇવ હાથ ધરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ફરસાણ, ફાસ્ટફૂડ, હોટલ, રેસ્ટોરન્ટ, બેકરી અને નોનવેજની દુકાનોમાં અચાનક તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન 71 ફરસાણ અને ફાસ્ટફૂડ પેઢીઓમાં ચેકિંગ કરીને નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
Admin
AdminUpdated on: 15 Jul 2026 03:46 PM IST
જામનગરમાં ફૂડ સેફ્ટીનો મેગા એક્શન: 75 કિલોથી વધુ વાસી ખોરાકનો નાશ, 71 ફરસાણ-ફાસ્ટફૂડ દુકાનોમાં તપાસજામનગરમાં ફૂડ સેફ્ટીનો મેગા એક્શન: 75 કિલોથી વધુ વાસી ખોરાકનો નાશ, 71 ફરસાણ-ફાસ્ટફૂડ દુકાનોમાં તપાસ

જામનગર શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર ખાદ્ય વ્યવસાયકારો સામે મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે મેગા ડ્રાઇવ હાથ ધરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ફરસાણ, ફાસ્ટફૂડ, હોટલ, રેસ્ટોરન્ટ, બેકરી અને નોનવેજની દુકાનોમાં અચાનક તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન 71 ફરસાણ અને ફાસ્ટફૂડ પેઢીઓમાં ચેકિંગ કરીને નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન 75 કિલોથી વધુ વાસી અને માનવ આરોગ્ય માટે હાનિકારક ખાદ્ય સામગ્રીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત 45 કિલો વપરાયેલ ખાદ્ય તેલનો પણ નાશ કરવામાં આવ્યો હતો. ખાદ્ય પદાર્થોના પેકિંગમાં પ્રિન્ટેડ પસ્તીનો ઉપયોગ સામે કાર્યવાહી કરતાં 15 કિલો પ્રિન્ટેડ પસ્તી જપ્ત કરીને તેનો પણ નાશ કરવામાં આવ્યો હતો.

ફૂડ સેફ્ટી વિભાગે 13 હોટલ-રેસ્ટોરન્ટ અને 4 આઈસ ફેક્ટરીઓની પણ તપાસ કરી હતી. આ દરમિયાન સ્વચ્છતા, હાઇજિન અને પાણીના યોગ્ય ક્લોરીનેશન અંગે સંચાલકોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. પાણાખાણ વિસ્તારમાં ગંદકી અને ન્યુસન્સ ફેલાવનાર 7 પેઢીઓ સામે કાર્યવાહી કરીને કુલ ₹14 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

સાંઈ બેકર્સમાં એક્સપાયરી થયેલા 24 ફૂડ પેકેટ મળી આવતા તેનો નાશ કરીને સંચાલકને ₹5 હજારનો દંડ ફટકારાયો હતો. ઉપરાંત એક પાન હાઉસમાંથી ચટણી અને કાથાના નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

ફૂડ સેફ્ટી વિભાગે જણાવ્યું છે કે, નાગરિકોની ઓનલાઈન ફરિયાદોના આધારે સતત સર્વેલન્સ અને દરોડાની કાર્યવાહી ચાલુ રહેશે. લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન નહીં કરવામાં આવે અને નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

AUTHOR
Admin

Admin

Author details are not available.