Get News Alerts

Never miss breaking news updates.

જાફરાબાદ: કુવામાં ડૂબી જતા વ્યક્તિનું દુર્ભાગ્યપૂર્ણ મોત

જાફરાબાદ ના ફાસરીયા,પાડી વિસ્તારમાં એક વ્યક્તિ અકસ્માતે કુવામાં પડી ગયા હોવાની જાણ ફાઈલ વિભાગ ને થતા ફાયર વિભાગ એ ઘટના સ્થળે પહોંચી ડૂબી ગયેલ વ્યક્તિની રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો .
Admin
AdminUpdated on: 07 Apr 2026 03:56 PM IST
જાફરાબાદ: કુવામાં ડૂબી જતા વ્યક્તિનું દુર્ભાગ્યપૂર્ણ મોતજાફરાબાદ: કુવામાં ડૂબી જતા વ્યક્તિનું દુર્ભાગ્યપૂર્ણ મોત

જાફરાબાદના ફાસરીયા ગામના વાડી વિસ્તારમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે. ગામના એક વ્યક્તિ અચાનક કુવામાં ડૂબી જવાની જાણ મળતા ફાયર વિભાગ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયો. ફાયર સ્ટાફે ભારે જહેમત અને કટિંગ કામગીરી બાદ ડૂબેલી વ્યક્તિને કુવામાંથી બહાર કાઢી શક્યા.

વિગતવાર તપાસ દરમિયાન ફાયર વિભાગે જણાવ્યું કે, મૃત્યુ પામેલા વ્યક્તિને સલામત બહાર લાવવા માટે ટીમે તમામ સાધનો અને સુરક્ષાત્મક ઉપાયો અપનાવ્યા. ઘટના બાદ મૃતદેહને કાયદેસર કાર્યવાહી માટે સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યો. પોલીસના જણાવ્યા પ્રમાણે, હવે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે જેથી મોતનું સાચું કારણ જાણી શકાય.

અનુસાર ફાયર વિભાગ અને પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે વ્યક્તિ   કામ માટે  કૂવા પાસેથી પસાર થયો હતો. જેના કારણે તેનો પગ લપસતા તેઓ કૂવામાં પડી ગયો હતો, આ વાતની જાણ ગામ લોકોને થઈ ત્યારે તેવોઓ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. 

હવે પોલીસ અને ફાયર વિભાગ ઘટના અંગેની સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરીને આગળના કાયદેસર પગલાં લેવા માટે કામ કરી રહ્યા છે. આ ઘટના સમગ્ર ગામમાં ચિંતાનું વિષય બની ગઈ છે અને લોકોએ સલામતી બાબતે સાવચેતી રાખવાની સૂચના આપી છે. જ્યારે આ વ્યક્તિનું મોતના સમાચાર ખબર તેના પરિવાર જાણ થઈ ત્યારે તેવોઓ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગયા હતા. અત્યારે સમગ્ર પરિવાર ઉપર આભ ફાટી પડ્યુ હતુ. 
 

AUTHOR
Admin

Admin

Author details are not available.