ઉપરકોટના બુટલેગરના ઘરે ક્રાઇમ બ્રાન્ચની રેઇડ, રૂ.3 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર

જૂનાગઢ શહેરમાં ગેરકાયદે દારૂના વેપાર સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ અને શહેર એ ડિવિઝન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઉપરકોટ વિસ્તારમાં રહેતા કુખ્યાત બુટલેગરના ઘરે દરોડો પાડ્યો હતો. આ રેઇડ દરમિયાન પોલીસને રૂ.3 લાખથી વધુ કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે.
Rahul Desai
Rahul Desai
ઉપરકોટના બુટલેગરના ઘરે ક્રાઇમ બ્રાન્ચની રેઇડ, રૂ.3 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરારઉપરકોટના બુટલેગરના ઘરે ક્રાઇમ બ્રાન્ચની રેઇડ, રૂ.3 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર

જૂનાગઢ શહેરમાં ગેરકાયદે દારૂના વેપાર સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ અને શહેર એ ડિવિઝન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઉપરકોટ વિસ્તારમાં રહેતા કુખ્યાત બુટલેગરના ઘરે દરોડો પાડ્યો હતો. આ રેઇડ દરમિયાન પોલીસને રૂ.3 લાખથી વધુ કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ક્રાઇમ બ્રાન્ચને ખાનગી બાતમી મળી હતી કે ઉપરકોટ, ફુલિયા હનુમાન રોડ વિસ્તારમાં રહેતો જયેશ ઉર્ફે ઇલુ અશોકભાઇ ગાગડીયા પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડી રાખ્યો છે અને તેને સગેવગે કરવાની તૈયારીમાં છે.

બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા મકાનમાં તપાસ કરતા વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

જોકે રેઇડ દરમિયાન મુખ્ય આરોપી જયેશ ઉર્ફે ઇલુ ગાગડીયા ઘરે હાજર ન હતો. પોલીસ કાર્યવાહી અંગે જાણ થતા જ તે ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.

આ મામલે જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઇ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઉપરકોટ વિસ્તારમાં લાંબા સમયથી ચાલતી બુટલેગિંગની પ્રવૃત્તિ સામેની આ કાર્યવાહીને સ્થાનિકોએ આવકારી છે. પોલીસ દ્વારા ગેરકાયદે દારૂના ધંધા સામે વધુ કડક કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે.