Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદ ખીરુ કેસમાં તપાસ તેજ: પોસ્ટમોર્ટમ માટે બાળકીનો મૃતદેહ બહાર કાઢાયો

ચાંદખેડા વિસ્તારમાં કાલે એક પરિવારે બજારમાંથી તૈયાર લાવેલા ખીરામાંથી ઢોસા ખાતા હતા. જેમાંથી તેમની તબિયત બગડતા તેમને દવાખાને લઈ જવામાં આવ્યા હતા. ત્યારે સારવાર દરમિયાન બે માસૂમ બાળકીના મોત થયા હતા. અને માતા પિતા કેડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. જેના કારણે સમગ્ર પરિવારમાં શોંકની લાગણી પ્રસરી ગઈ છે.
Admin
AdminUpdated on: 07 Apr 2026 07:29 AM IST
અમદાવાદ ખીરુ કેસમાં તપાસ તેજ: પોસ્ટમોર્ટમ માટે બાળકીનો મૃતદેહ બહાર કાઢાયોઅમદાવાદ ખીરુ કેસમાં તપાસ તેજ: પોસ્ટમોર્ટમ માટે બાળકીનો મૃતદેહ બહાર કાઢાયો

AI Image

અમદાવાદના ચાંદખેડામાં ડોસાના ખીરુના કારણે બે બાળકીના મોત થયા હતા. એફએસએલની હાજરીમાં અઢી માસની બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે હવે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

પરિવારે બાળકીના મોત બાદ મૃતદેહની અંતિમવિધિ કરી હતી. બંને બાળકીના શકાસ્પદ મોત મામલે તપાસનો ઘમઘમાટ શરુ થયો છે. 6 એપ્રિલ રોજ અમદાવાદ એક રહસ્મય અને શોકિંગ ઘટના સામે આવી હતી. ચાંદખેડા વિસ્તારમાં તૈયાર ખીરુ લાવીને તેમાંથી ઢોસા  બ નાવી બનાવી ખાવાથી બે માસૂમ બાળકીના મોત નિપજ્યાનો પરિવારે આક્ષેપ કર્યો છે. મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ઘનશ્યામ ડેરીમાંથી ખીરુ લાવ્યા હતા.

તેમાંથી ઢોસા બાનવી ખાતા પરિવારની તબિયત  લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બાળકીનું મોત નિપજ્યુ હતુ. જ્યારે વિમલભાઈ અને તેમની પત્ની  હાલ કેડી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટના બાદ ચાંદખેડા પોલીસે કસ્માતે મોતના ગુનો  દાખલ કરીને  તપાસ શરુ કરી દેવામાં આવી છે. ખીરાના કવોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર એફએસએની ટીમે સેમ્પ લીધા છે. ખીરામાં ઢોસા બનાવવાના ખાવાથી પરિવાર તબિયત લથડી હતી અને ઉલટીઓ થવા લાગી હતી. 

AUTHOR
Admin

Admin

Author details are not available.