Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટમાં મોંઘવારીનો માર: શાકભાજી-ફ્રૂટ માર્કેટમાં ગ્રાહકોની ઘટતી ભીડ, વેપારીઓ ચિંતામાં

રાજકોટમાં સતત વધી રહેલા પેટ્રોલ, ડીઝલ, દૂધ અને CNGના ભાવોએ હવે સીધી અસર સામાન્ય જનજીવન પર બતાવવાનું શરૂ કર્યું છે. જીવનજરૂરી વસ્તુઓના ભાવ વધતા મોંઘવારીનો બોજ વધુ ભારે બન્યો છે. તેની અસર શહેરના શાકભાજી અને ફ્રૂટ માર્કેટ પર સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે, જ્યાં ખરીદીમાં ઘટાડો થતાં બજારની રોનક પણ ધીમી પડી ગઈ છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 21 May 2026 01:56 PM IST
રાજકોટમાં મોંઘવારીનો માર: શાકભાજી-ફ્રૂટ માર્કેટમાં ગ્રાહકોની ઘટતી ભીડ, વેપારીઓ ચિંતામાંરાજકોટમાં મોંઘવારીનો માર: શાકભાજી-ફ્રૂટ માર્કેટમાં ગ્રાહકોની ઘટતી ભીડ, વેપારીઓ ચિંતામાં

રાજકોટ: રાજકોટમાં પેટ્રોલ, ડીઝલ, દૂધ અને CNG ગેસના સતત વધતા ભાવોની સીધી અસર હવે શાકભાજી અને ફ્રૂટ માર્કેટ પર જોવા મળી રહી છે. ભાવવધારાને કારણે સામાન્ય જનજીવન પર મોંઘવારીનો બોજ વધ્યો છે.

શહેરના જ્યુબેલી શાક માર્કેટમાં પહેલા જેવી રોનક ગાયબ થઈ ગઈ છે. ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો થતા શાકભાજી અને ફ્રૂટના વેપારીઓ તથા લારીધારકોમાં ચિંતા જોવા મળી રહી છે.

મોંઘવારીના કારણે ગૃહિણીઓએ પણ રોજિંદા ખરીદીમાં ઘટાડો કર્યો છે, જેના પરિણામે બજારમાં ગ્રાહકોની ભારે કટોકટી સર્જાઈ છે.

નાના વેપારીઓનું કહેવું છે કે પહેલા જેવી ઘરાકી હવે રહેતી નથી, જેના કારણે ધંધા-રોજગાર પર પણ સીધી અસર પડી છે. સતત વધતા ઈંધણ અને જીવનજરૂરી વસ્તુઓના ભાવોએ સામાન્ય નાગરિકથી લઈને નાના વેપારીઓ સુધી આર્થિક દબાણ ઊભું કર્યું છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.