કોબા જૈન તીર્થ ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ, PM મોદીએ જૈન પરંપરાને નમન કર્યું



કોબા જૈન તીર્થ ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ, PM મોદીએ જૈન પરંપરાને નમન કર્યું



કોબા જૈન તીર્થ ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ, PM મોદીએ જૈન પરંપરાને નમન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસીય ગુજરાત પ્રવાસે પહોંચ્યા હતા. તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ સીધા ગાંધીનગર સ્થિત કોબા જૈન તીર્થ ખાતે પહોંચ્યા હતા. અહીં તેમના સ્વાગત માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
આ અવસરે વડાપ્રધાન મોદીના હસ્તે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આશરે 95 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં બનેલું આ મ્યુઝિયમ રાણકપુર શૈલીથી પ્રેરિત છે અને તેમાં સાત આધુનિક ગેલેરીઓ બનાવવામાં આવી છે. આ મ્યુઝિયમમાં ભારતીય સંસ્કૃતિ, કલા અને ઐતિહાસિક ધરોહરનો વિશાળ સંગ્રહ રજૂ કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, જૈન મુનિઓ અને સંતોની તપસ્યા જ્યાં જોડાય છે ત્યાં સર્જન અને સેવા આપોઆપ વિકસે છે. તેમણે જૈન પરંપરાના મૂલ્યો—સત્ય, અપરિગ્રહ અને નિસ્વાર્થ સેવા—ને ભારતની સાંસ્કૃતિક શક્તિ તરીકે વખાણી હતી. સાથે જ તેમણે જૈન આચાર્યોના યોગદાનને નમન કરતા કહ્યું કે, આ મ્યુઝિયમ ભારતની ગૌરવશાળી વિરાસતનું પ્રતિબિંબ છે.
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, સમ્રાટ સંપ્રતિ માત્ર ઐતિહાસિક પાત્ર નથી, પરંતુ સેવા અને સાધનાનું જીવંત પ્રતિક છે. તેમણે મહાવીર જયંતિની શુભકામનાઓ પાઠવી અને કૈલાસ સુરિશ્વરજી મહારાજને વંદન કર્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ મ્યુઝિયમની મુલાકાત લીધી, આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને રિમોટ દ્વારા લોકાર્પણ કર્યું હતું. આ મ્યુઝિયમમાં પદ્મ સાગર સુરિશ્વરજી મહારાજ દ્વારા એકત્રિત કરાયેલ અનમોલ સંસ્કૃતિ સંગ્રહ પણ દર્શાવવામાં આવ્યો છે.




